વેગન આર હંમેશા મારુતિની સૌથી વધુ વેચાતી કાર રહી છે. આ કાર તેની માઈલેજ માટે સૌથી વધુ પસંદ કરવામાં આવી છે. વેગનઆર બે એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. કંપની તેમાં 1.0 અને 1.2 લીટર પેટ્રોલ એન્જિન આપે છે. WagonRનું CNG મોડલ 1.0-લિટર એન્જિન સાથે આવે છે. વેગનઆરની માઈલેજની વાત કરીએ તો તે 1 કિલો સીએનજી પર 34 કિમી છે.
સ્વિફ્ટનું CNG વેરિઅન્ટ તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે અને કારે આમાં પણ પોતાનો જૂનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. સ્વિફ્ટ, જે 1.2-લિટર K-સિરીઝ ડ્યુઅલજેટ એન્જિન સાથે આવે છે, તે 77 PS પાવર અને 98 Nm ટોર્ક જનરેટ કરે છે. કારના માઈલેજની વાત કરીએ તો તે એક કિલો સીએનજીમાં 31 કિમી છે. સ્વિફ્ટે હંમેશા હેચબેક સેગમેન્ટમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
માઈલેજની વાત કરીએ તો મારુતિની કોઈપણ કાર સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ છે. ડીઝાયરનું પણ એવું જ છે. ડીઝાયરનું સીએનજી મોડલ જ્યાં 31 કિ.મી. પ્રતિ કિલો માઈલેજ આપે છે, જ્યારે પેટ્રોલ મોડલ પણ 20 કિ.મી. ની માઈલેજ આપે છે. Dzire 1.2L 12C ડ્યુઅલજેટ એન્જિન દ્વારા સંચાલિત છે જે 76bhp પાવર અને 98Nm ટોર્ક જનરેટ કરે છે.