ખાસ વાત એ છે કે આ સ્માર્ટવોચ વોઇસ અસિસ્ટન્ટને સીધું એક્સેસ કરવાની પરમિશન આપે છે. યુઝર્સ પોતાના સ્માર્ટફોન પર Google અને સિરી વોઇસ અસિસ્ટન્ટથી કનેક્ટ થઈ શકે છે. Primia તમને પ્લે કરવાનો, સ્ટોપ કરવાનો કે મનપસંદ ટ્રેક સિલેક્ટ કરવાનો કે સ્માર્ટફોનના માધ્યમથી ફોટો ક્લિક કરવાની મંજૂરી આપે છે. કંપનીનો દાવો છે કે તેની બેટરી 7 દિવસ સુધી ચાલી શકે છે.