

તાઇવાનની ટેક્નોલોજી કંપની આસુસે વિશ્વનું પહેલું બે-સ્ક્રીનનું લેપટોપ લોન્ચ કર્યું છે. કંપનીએ કોમ્પ્યુટેક્ટ 2019 કોન્ફ્રરન્સમાં અનેક ઉત્પાદનો રજૂ કર્યા છે, જેમાં બે સ્ક્રીન ધરાવતું લેપટોપ અસુસ ઝેનબૂક પ્રો ડ્યુઓ ખૂબ ચર્ચમાં છે.


આ લેપટોપમાં 15.6-ઇંચ 4K UHD OLED HDR ટચ સ્ક્રીન ડિસ્પ્લે છે. કે જેનાથી યૂઝર્સ કોઇપણ વિન્ડોને બીજી સ્ક્રીનમાં ડ્રેગ કરી શકે છે. મેન સ્ક્રીનમાં આસુસે નેનો એઝ ડિઝાઇનનો ઉપયોગ કર્યો છે., એટલે કે આ ડિસ્પ્લેમાં ચાર અને ખૂબ પાતળી બેઝલ્સ આપવામાં આવી છે.


આ ઉપરાંત, લેપટોપમાં નંબર પેડ ડાયલ ફંક્શન પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત લેપટોપ કીબોર્ડમાં પામ રેસ્ટ પણ આપ્યું છે, જેનાથી ટાઇપ કરવાનું સરળ બને છે. આ ડ્યુઅલ-સ્ક્રીનવાળા લેપટોપનું વજન 2.5 કિલોગ્રામનું છે.


એઆઈ સહાય વિશે વાત કરીએ તો આ લેપટોપ એલેક્સા વૉઇસ સપોર્ટ સાથે આવે છે. લેપટોપમાં 9 મી જનરેશન ઇન્ટેલ કોર i7 (9750H) અથવા i9 (9980HK) પ્રોસેસર છે. લેપટોપમાં 32GB DDR4 રેમ આપવામાં આવી છે. લેપટોપમાં કોઈ SD કાર્ડ સપોર્ટ આપવામાં આવ્યું નથી.


આ સમયે કોઈ સત્તાવાર માહિતી નથી કે તે ભારતમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે, પરંતુ આ અનુમાન કરવામાં આવે છે કે તે આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે.