એપલે આ વર્ષે સપ્ટેમ્બરમાં iPhone 14 લાઇનઅપ લોન્ચ કર્યું હતું. પરંતુ, આ લાઇનઅપના બેઝ મૉડલ એટલે કે iPhone 14ના ફિચર્સ અને ડિઝાઇનને કારણે iPhone 13 જેવું જ હોવાથી, તેને ઓછું પસંદ કરવામાં આવ્યું હતું અને મોટાભાગના લોકોએ ગયા વર્ષના મૉડલમાં રસ દાખવ્યો હતો. પરંતુ, જો તમે તેને હવે ખરીદવા માંગો છો, તો અમે તમને આ ડીલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
એટલું જ નહીં, ગ્રાહકોને HDFC બેંકના ક્રેડિટ કાર્ડ પર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેનાથી ફોનની કિંમતમાં વધુ ઘટાડો થશે. આ બધા સિવાય ગ્રાહકો એક્સચેન્જ ઑફર હેઠળ 16,300 રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. જો કે, આ ડિસ્કાઉન્ટ ફોનની સ્થિતિ પર નિર્ભર રહેશે. જો ગ્રાહકો તમામ ડિસ્કાઉન્ટ લેવામાં સફળ થાય છે, તો ગ્રાહકોને આ ફોન લગભગ રૂ.56,000માં મળશે.
Apple iPhone 14 ના ખાસ ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં એક નવું સેટેલાઇટ ફીચર આપવામાં આવ્યું છે. જે ઇમરજન્સી ફીચર છે. આની મદદથી ઈમરજન્સીમાં નજીકમાં નેટવર્ક ન હોય તો ફોનને સીધો સેટેલાઇટ સાથે કનેક્ટ કરીને મદદ લઈ શકાય છે. આ સાથે તેમાં નવું ક્રેશ ડિટેક્શન ફીચર પણ આપવામાં આવ્યું છે. આ પણ ઇમરજન્સી વિકલ્પ છે.