iPhone11 અને 11 maxની લોન્ચ તારીખ આવી સામે, જુઓ લૂક
અત્યાર સુધી લીક થયેલા રિપોર્ટ અનુસાર આઇફોન 11 પ્રો અને આઇફોન 11 પ્રો મેક્સમાં ટ્રિપલ લેન્સ કેમેરા સેટઅપ હશે. આ ઉપરાંત આ બંને આઇફોનમાં એપલનું એ13 બાયોનિક પ્રોસેસર હશે.
Appleએ આઇઓએસ 13 નું બીટા વર્ઝન બહાર પાડ્યું છે અને આ બીટા વર્ઝનમાં ઉપલબ્ધ કોડથી આઇફોન 11ના લોન્ચિંગ વિશે માહિતી આપવામાં આવી છે. આઇઓએસ 13ના બીટા વર્ઝનના કોડમાં 10 સપ્ટેમ્બરની તારીખ નજર આવી રહી છે, જેના પર"HoldForRelease" લખેલુ છે.
2/ 6
આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે 10 સપ્ટેમ્બર 2019ના રોજ એપલ ઇવેન્ટનું આયોજન કરશે. ગયા વર્ષે બીટા સંસ્કરણમાં 12 સપ્ટેમ્બરની તારીખ હતી અને તે જ દિવસે આઇફોન એક્સઆર સહિત ત્રણ નવા આઇફોન લોન્ચ કરવામાં આવ્યા હતા.
3/ 6
જો હકીકતમાં 10 સપ્ટેમ્બરે એપલની ઇવેન્ટ યોજાય છે અને આઇફોન 11 સિરીઝ લોન્ચ થાય છે તો કંપનીના જૂના રેકોર્ડ્સ અનુસાર 13 સપ્ટેમ્બરથી ફોનનો પ્રી ઓર્ડર કરી શકાય છે. 20 સપ્ટેમ્બરથી આ ફોન અનેક દેશોના બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
4/ 6
અત્યાર સુધી લીક થયેલા રિપોર્ટ અનુસાર આઇફોન 11 પ્રો અને આઇફોન 11 પ્રો મેક્સમાં ટ્રિપલ લેન્સ કેમેરા સેટઅપ હશે. આ ઉપરાંત આ બંને આઇફોનમાં એપલનું એ13 બાયોનિક પ્રોસેસર હશે.
5/ 6
કિંમત વિશે વાત કરીએ તો આઇફોન 11 ની કિંમત $ 1000થી શરૂ થઈ શકે છે. સસ્તા આઇફોનની પણ અપેક્ષા છે, પરંતુ તેનું નામ શું હશે તે સ્પષ્ટ નથી. હાલમાં આઇફોન XR એ ભારતમાં સૌથી ઓછી કિંમતનો નવો આઇફોન છે, જેની શરુઆતી કિંમત 60,000 રૂપિયા છે.
6/ 6
ડિઝાઇન પણ લીક થઈ ગઈ છે. પાછળની પેનલ પર ત્રણ કેમેરા જોઈ શકાશે એટલે કે આ વખતે નવા આઇફોનનો કેમેરો વિભાગ ખૂબ સુધારવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ વખતે પણ કંપની OLED પેનલ્સ સાથે આઇફોનનાં બે મોડેલો લોન્ચ કરશે, જ્યારે એક મોડેલ એલસીડી પેનલ સાથે હશે અને તે સૌથી સસ્તુ હશે.