એપલ પોતાનો નવો ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેનું નામ iPhone 11 કે પછી iPhone XI હોઈ શકે છે. આ ફોન આમ તો ખાસ હશે જ પરંતુ તેમાં એક એવું ફીચર પણ હોઈ શકે છે જેના માટે સેમસંગ ગેલેક્સીની નોટ સીરીઝ પ્રખ્યાત છે. શું છે એ ફીચર આવો જાણીએ...
2/ 6
જોવા મળશે પેન્સિલ : હવે જે આઇફોન લોન્ચ થશે તેમાં પેન્સિલ સપોર્ટ જોવા મળી શકે છે. એક રિપોર્ટ મુજબ, એપલ 2019માં જે આઈફોન લોન્ચ કરશે તેમાં સ્ટાઇલસ સપોર્ટ પણ ઉમેરી શકે છે. આ પહેલીવાર નથી જ્યારે એપલની પેન્સિલ સપોર્ટને લઈને જાણકારી સામે આવી છે.
3/ 6
આ પહેલા ગયા વર્ષે ટોપ એનાલિસ્ટ મિંગ-ચીએ પ્રેડિક્ટ કર્યુ હતું કે એપલ પોતાના અપકમિંગ મોબાઇલ્સમાં પેન્સિલ માટે સપોર્ટ એડ કરવા વિશે વિચારી રહી છે. જોકે, તેઓએ આ વાતનો ખુલાસો નથી કર્યો કે આઈફોનમાં ક્યારે અને કયા મોડલમાં પેન્સિલ સપોર્ટ આપવામાં આવશે.
4/ 6
એપલ પેન્સિલ સપોર્ટને લઈને છે સિરિયસ : આ ઉપરાંત કોરિયા હેરાલ્ડમાં પણ 2017માં રિપોર્ટ સામે આવ્યો હતો કે આઈફોન 2019માં એપલ પેન્સિલ કે સ્ટાઇલસ સપોર્ટ લોન્ચ કરી શકે છે. એપલ પહેલીવાર 2015માં iPad Proની સાથે પેન્સિલ લાવ્યું હતું.
5/ 6
બીજી તરફ, ગયા વર્ષે જ કંપનીએ સેકન્ડ જનરેશનલ એપલ પેન્સિલ લોન્ચ કરી હતી જે iPad Proની સાથે કામ કરે છે. આપને જણાવી દઈએ કે એપલે પેન્સિલ સપોર્ટની પાછળ થોડાક મહિનાઓમાં ઘણો ખર્ચ કર્યો છે.
6/ 6
તેણે પોતાના સસ્તા iPad (નવા આઇપેડ એયરસ અને આઈપેડ મિનિ ફિફ્થ જનરેશન)માં પણ પેન્સિલ સપોર્ટનું ફીચર આપ્યું છે. એ વાતથી આપણે એ ચોક્કસ કરી શકીએ કે એપલને સ્ટાઇલરની ખૂબ જરૂર છે.