એપલની વિશેષ ઇવેન્ટ કેલિફોર્નિયાના કૂપર્ટિનો સ્ટીવ જોબ્સ થિયેટરમાં યોજાશે. ઇવેન્ટની શરુઆત 10:00am PDT ભારતીય સમય મુજબ રાત્રે 10.30 વાગ્યે શરૂ થશે. આ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કંપનીના યૂટ્યુબ પેઇઝ પર જોઇ શકાય છે. એપલના ઇતિહાસમાં આ પહેલી વાર હશે જ્યારે કંપની યૂટ્યુબ દ્વારા ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરશે.
બીજી બાજુ, આઇફોન 11 અને આઇફોન 11 મેક્સ વિશે વાત કરીએ તો તેમની ડિઝાઇનમાં કોઈ મોટા ફેરફારોની અપેક્ષા નથી, પરંતુ પાછળની પેનલમાં ફેરફાર શક્ય છે. એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે ત્રણેય મોડેલોમાં OLED ડિસ્પ્લે આપી શકાય છે. નવા આઇફોન 11 સિરીઝમાં જનરેશન એ13 પ્રોસેસર આપી શકાય છે. જે પહેલા કરતા વધુ ઝડપથી હશે.
પ્રાપ્ત માહિતી અનુસાર એપલ ટીવી પણ ઇવેન્ટ દરમિયાન લૉન્ચ કરી શકાશે અને તેમાં એ 12 પ્રોસેસર પણ આપી શકાય છે. એપલ વૉચ 5 ની વાત કરીએ તો આમાં પણ કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી. જોકે નવા કેસ મળી શકે છે. એક રિપોર્ટ અનુસાર કંપની આ વખતે બ્લૂટૂથ ટ્રેકિંગ TAG પણ લૉન્ચ કરી શકે છે. આ ટૈગની મદદથી ટૂંકી શ્રેણીના રેડિયો ટેકનીકની સહાયથી ડિવાઇસથી ચોક્કસ લોકેશન મળશે. કિંમતની વાત કરીએ તો આઇફોન 11 ની પ્રારંભિક કિંમત 1000 ડૉલર (લગભગ 75,541 રૂપિયા) હોઈ શકે છે.