

અમેઝોન (Amazon) પર ચાલી રહેલા એપલ ડેઝ સેલનો (Apple Days) આજે એટલે 25 જુલાઇનાં રોજ છેલ્લો દિવસ છે. સેલ 18 જુલાઇનાં શરૂ થયો હતો. 8 દિવસ સુધી ચાલનારા આ સેલમાં એપલ પ્રોડક્ટ્સ પર અનેક પ્રકારના ઓફર આપવામાં આવી રહ્યાં છે. આ બાદ આઈફોન 11, મેકબૂક, એપલ વોચ જેવા સામાનને ઘણાં જ સસ્તામાં ઘરે લાવી શકાય છે. ગ્રાહક phone 11 સીરીઝ પર ફ્લેટ 5400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ વખતે ગ્રાહક આ આઇફોનને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમા ઘરે લાવી શકે છે. phone 11ને સેલમાં 62,900 રૂપિયામાં મેળવી શકાય છે.


નવા Apple iPhone 11માં A13 ચિપસેટ આપ્યો છે. એપલે કહ્યું કે, આઇફોન 11માં પણ અત્યાસુધીનાં કોઇપણ સ્માર્ટફોનની સરખામણીમાં હાઇએસ્ટ વીડિયો ક્વૉલિટી મળશે. આ ફોનમાં અત્યાર સુધીનું ફાસ્ટેસ્ટ જીપીયુ પણ આપવામાં આવ્યું છે. Apple iPhone 11માં ઝૂમ અને વાઇડ કેમેરા ોટમાં ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે.


આ ઉપરાંત એડિશનલ જો તમે Apple iPhone 11 પ્રો અને Apple iPhone 11 પ્રો મેક્સને ખરીદવા માટે એચડીએફસી બેંક ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો આ આઈફઓન પર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકશો.


iPhone 11 pro અને iPhone 11 pro Maxમાં લેટેસ્ટ પ્રોસેસર, સારી વોટર રેસિસ્ટન્ટ, મોટી બેટરી અને પહેલાની સરખામણીમાં સારો કેમેરા છે. iPhone 11, 6.1 ઇંચનાં એલસીડી ડિસ્પ્લેની સાથે આવે છે. Apple iPhone 11 Pro અને iPhone 11 Pro Max ક્રમશ 5.8 ઇંચ અને 6.5 ઇંચ OLED ડિસ્પેલ જેવા ફિચર્સથી ઓછું છે. સ્માર્ટફોન A13 બાયોનિક ચિપસેટ અને iOS 13 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.