World largest Camera: અમેરિકન વૈજ્ઞાનિકોએ સત્તાવાર રીતે વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા રજૂ કર્યો છે. આ 3200 મેગાપિક્સલનો કેમેરા મેનલો પાર્ક, કેલિફોર્નિયા, યુએસએમાં રાખવામાં આવ્યો છે. તે એટલો શક્તિશાળી છે કે 24 કિમી દૂર રાખેલા બોલને પણ પકડી શકે છે. આ કેમેરાને ચિલીની રૂબિન ઓબ્ઝર્વેટરીમાં લગાવવામાં આવશે.
કેટલો ફાયદો થશેઃ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેની મદદથી બ્રહ્માંડના અનેક રહસ્યો ઉકેલી શકાશે. અવકાશ સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખુલશે. ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીને લગતી નવી માહિતી બહાર આવશે. ઓબ્ઝર્વેટરીના ડાયરેક્ટર સ્ટીવરન કાન કહે છે કે આ પ્રકારનો કેમેરા તૈયાર કરવો એ એક મોટી સિદ્ધિ છે. તેને LSST નામ આપવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે 'લાર્જ સિનોપ્ટિક સર્વે ટેલિસ્કોપ'.
રાત્રિની તસવીરો પણ લેવામાં આવશેઃ આ કેમેરાનો ઉપયોગ અવકાશ મિશન માટે કરવામાં આવશે. 3200 મેગાપિક્સલ લેન્સની મદદથી આકાશની રાત્રિની તસવીરો લેવામાં આવશે. આકાશમાં દેખાતા ફેરફારો રાત્રે પણ જોઈ શકાય છે. આ સિવાય તે તારાઓ અને આકાશગંગાઓની સંખ્યા જણાવવાનું પણ કામ કરશે. ડેઈલીમેઈલના રિપોર્ટ અનુસાર, 5 ફૂટથી મોટા લેન્સને કારણે તે હાઈ રિઝોલ્યુશનની તસવીરો કેપ્ચર કરી શકશે.