

અમેરિકાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) કંપની ટૂંક સમયમાં ઈન્ડિયન માર્કેટમાં ફૂડ ડિલિવરી (food delivery) માર્કેટમાં ઉતરવા માટે તૈયારી કરી રહી છે. ટેક ક્રંચની એક રિપોર્ટ પ્રમાણે એમેઝોન આગામી મહિનાની શરુઆતમમાં આ બિઝનેસમાં ઉતરી શકે છે. કંપનીએ બેંગલુરુમાં પસંદગીના રેસ્ટોરન્ટ સાથે આ અંગે ટેસ્ટ પણ શરૂ કરી દીધું છે. કંપની ગત કેટલાક મહિનાઓથી ફૂડ ડિલિવરી માર્કેટ ઉપર કામ કરી રહી છે. પહેલા આ સેવાને દિવાળી દરમિયાન લોન્ચ કરવાની તૈયારીમાં હતી. (પ્રતિકાત્મક તસવીર)


આ રિપોર્ટ પ્રમાણે કંપનીએ કંપનીનો સીધો જ મુકાબલો ફૂડ ડિલિવરી માર્કેટ સ્વિગી ઝોમેટો સાથે હશે. જ્યારે UberEatsએ ભારતીય ઓનલાઈન ફૂડ ડિલિવરી માર્કેટમાંથી વિદાય લઈ લેશે. Uberએ પોતાના ફૂડ ડિલિવરી બિઝનેસને Zomatoને વેચી દીધો છે. એમેઝોન એવા સમયે બિઝનેસમાં ઉતરી રહી છે જ્યાં સ્વિગી અને ઝોમેટોએ ગ્રાહક ડિસ્કાઉન્ટ ઘટાડી દીધું છે. (પ્રતિકાત્મક તસવીર)


એમેઝોને ઈન્પોસિસના સહ-સંસ્થાપક એન નારાયણમૂર્તિના વેન્ચર કાટારમાનની સાથે હાથ મીલાવ્યો છે. કંપનીએ ફૂડ ડિલિવરી સર્વિસ આપવા માટે પોતાની 2 કલાકમાં ડિલિવરી આપવાની સપ્લાય ચેનનો સહારો લીધો છે. આ સપ્લાય ચેનને સ્થાપિત કરવામાં એમેઝોને મોટી માત્રામાં રોકાણ કર્યું છે. (પ્રતિકાત્મક તસવીર)


કંપની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે, અમે પોતાના ગ્રાહકો તરફથી ઈનોવેશન કરવામાં વિશ્વાસ રાખીયે છીએ. આ પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને અમે ગ્રાહકો સાથે સંકળાવવા અને તેમની સેવા કરવામાં સતત નવા ક્ષેત્રો અને અવસરોની શોધ કરી રહ્યા છીએ. (પ્રતિકાત્મક તસવીર)