Home » photogallery » tech » Amazonના કર્મચારીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યુ - અમારાથી સારી ટ્રિટમેન્ટ તો...

Amazonના કર્મચારીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યુ - અમારાથી સારી ટ્રિટમેન્ટ તો...

એમેઝોનના વેરહાઉસમાં કામ કરતા એક કર્મચારીએ કંપની વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. કર્મચારીએ દાવો કર્યો છે કે, કંપની માણસો કરતા તેના રોબોટ્સના સ્ટાફને વધુ સારી રીતે રાખે છે. હાલમાં એમેઝોનના વર્કર લંડનના વેરહાઉસમાં હડતાળ પર છે. લગભગ 1000 કામદારો એમેઝોનના ગયા વર્ષે 5 ટકા પગાર વધારાનો વિરોધ કરી રહ્યા છે, જે જીવનનિર્વાહના ખર્ચમાં થયેલા વધારા કરતાં ઘણો ઓછો છે.

विज्ञापन

  • 17

    Amazonના કર્મચારીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યુ - અમારાથી સારી ટ્રિટમેન્ટ તો...

    એમેઝોનના કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન વિશે વાત કરતા ડેરેન વેસ્ટવુડ નામના કર્મચારીએ બીબીસી બ્રેકફાસ્ટને જણાવ્યું હતું કે, તે ઈચ્છે છે કે અમારી સાથે રોબોટ્સ જેવું વર્તન કરવામાં આવે. કારણ કે, અહીંયા અમારા કરતાં રોબોટ્સને વધુ સારી રીતે રાખવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 27

    Amazonના કર્મચારીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યુ - અમારાથી સારી ટ્રિટમેન્ટ તો...

    અન્ય એક કર્મચારીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ‘જ્યારે વસ્તુઓ ખરાબ થાય છે ત્યારે રોબોટ્સ ટેકનિશિયન તરફ વળે છે. પરંતુ જ્યારે વસ્તુઓ ખરાબ થઈ જાય છે ત્યારે તેમની પાસે કોઈ બીજો રસ્તો હોતો નથી.’

    MORE
    GALLERIES

  • 37

    Amazonના કર્મચારીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યુ - અમારાથી સારી ટ્રિટમેન્ટ તો...

    એમેઝોને તેના કેટલાક કર્મચારીઓનું વેતન વધારીને £10.50 પ્રતિ કલાક કર્યું છે. જો કે, કામદારો £15 પ્રતિ કલાકની માંગણી કરી રહ્યા છે. કારણ કે, અમેરિકામાં એમેઝોન તેમના કર્મચારીઓને આ જ પગાર આપે છે.

    MORE
    GALLERIES

  • 47

    Amazonના કર્મચારીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યુ - અમારાથી સારી ટ્રિટમેન્ટ તો...

    કર્મચારીઓને વધુ પૈસા જોઈએ છે, કારણ કે તેમને લાગે છે કે તેમને વધુ પૈસા મળવાને લાયક છે. કારણ કે, તેઓ સખત મહેનત કરી રહ્યા છે અને મોંઘવારીને કારણે તેઓ તેમની જરૂરિયાતની વસ્તુઓ પોષાતી નથી.

    MORE
    GALLERIES

  • 57

    Amazonના કર્મચારીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યુ - અમારાથી સારી ટ્રિટમેન્ટ તો...

    કામદારોનું પ્રતિનિધિત્વ કરનારી GMB યુનિયન એમેઝોનને કામદારોની ચિંતાઓ સાંભળવા અને તેમને પગાર વધારો આપવાનું કહી રહ્યું છે. એમેઝોનના પ્રવક્તાએ કહ્યું છે કે, ‘તેમને અપેક્ષા છે કે, હડતાળથી ડિલિવરીમાં વિક્ષેપ પડશે.’

    MORE
    GALLERIES

  • 67

    Amazonના કર્મચારીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યુ - અમારાથી સારી ટ્રિટમેન્ટ તો...

    પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, કંપનીને 'સ્પર્ધાત્મક પગાર ઓફર કરવામાં ગર્વ છે' જે સ્થાનના આધારે £10.50થી £11.45 પ્રતિ કલાક સુધી શરૂ થાય છે.

    MORE
    GALLERIES

  • 77

    Amazonના કર્મચારીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યુ - અમારાથી સારી ટ્રિટમેન્ટ તો...

    આ સાથે કંપનીએ એમ પણ કહ્યું હતું કે, કર્મચારીઓને મેડિકલ ઈન્સ્યોરન્સ અને સસ્તા ભોજન જેવી ઘણી સુવિધાઓ પણ આપવામાં આવે છે.

    MORE
    GALLERIES