

ફોન રિચાર્જ સમયે, આપણને એવા પ્લાનની (Mobile Data recharge plan) જરૂર હોય છે કે જે ઓછી કિંમતે વધુ ડેટા આપે. આજકાલ, ગ્રાહકોને લલચાવવા માટે, કંપનીઓ એક કરતા સસ્તી યોજના આપી રહી છે. ટેલિકોમ કંપનીઓ (Telecome Company) વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાને કારણે ગ્રાહકોને મોટો ફાયદો થઈ રહ્યો છે. આજકાલ તમામ કંપનીઓ ઓછી કિંમતના પ્લાન ગ્રાહકોને આપી રહી છે, જેમાં ડેટા અને કોલિંગની સાથે વધારાના ફાયદાઓનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે. તેમાં 4 જીબી સુધીનો ડેટા મળી શકે છે. તો આજે આપણે એરટેલ (Airtel ) અને વોડાફોન આઈડિયાના (Vodafone Idea) કેટલાક આવા પ્લાન જોઇએ.


આઈડિયાનો પ્લાન- વોડાફોન-આઇડિયા એટલે કે Vi તેના વપરાશકર્તાઓને 299 રૂપિયાનો એક શાનદાર પ્લાન ઓફર કરી રહ્યા છે. આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા મળે છે. પરંતુ કંપની હાલમાં આ યોજનાને ડબલ ડેટા ઓફર હેઠળ ઉપલબ્ધ કરાવી રહી છે.


299 રૂપિયામાં રોજના 4 જીબી ડેટા - હવે આ પ્લાન રિચાર્જ કરનારા યુઝર્સને દરરોજ 4 જીબી ડેટા મળી રહ્યા છે. આ યોજના અમર્યાદિત મફત કોલિંગના લાભ સાથે આવે છે. વોડાફોન-આઇડિયાના (Vi) આ પ્લાનની માન્યતા 28 દિવસ સુધીની છે. આમાં ગ્રાહકોને દરરોજ 100 એસએમએસ ફ્રીમાં પણ મળી રહ્યા છે. આટલું જ નહીં, આ યોજનામાં વધારાના લાભ તરીકે ડેટા રોલઓવરનો લાભ પણ આપવામાં આવે છે. બીજી તરફ ટેલિકોમ કંપની એરટેલના આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળશે. એરટેલના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આમાં, તમે દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો.


<br />આ સિવાય વધારાના લાભ રૂપે, એરટેલ તેના વપરાશકારોને દૈનિક 100 ફ્રી એસએમએસ આપી રહી છે અને આ યોજનામાં એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ અને વિંક મ્યુઝિકનું પણ ફ્રી સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે. તે જ સાથે, આ યોજનાના સબ્સ્ક્રાઇબર્સને FASTagની ખરીદી પર 150 રૂપિયાનું કેશબેક મળશે. આ સિવાય પ્રાઇમનું મોબાઈલ એડિશન પણ મફત ટ્રાયલ પણ આવી રહ્યા છે. જેમાં ગ્રાહકો 20 દિવસ માટે પ્રાઇમ વીડિયોની ફ્રી ટ્રાયલ મેળવી શકે છે.