

નવી દિલ્હી : ટેલીકૉમ કંપની ભારતી એરટેલ (Airtel)એ પોતાના ગ્રાહકો માટે ત્રણ નવા પ્લાન લૉન્ચ કર્યા છે. આ પ્લાન્સનો ફાયદો પ્રીપેડ અને પોસ્ટપેડ બંને ગ્રાહક ઉઠાવી શકે છે. આ પ્લાન્સની સાથે જ કંપનીએ ઇન્ટરનેશનલ રોમિંગ માટે કેટલાક ફીચર્સની જાહેરાત કરી છે, જેનાથી વિદેશોમાં મુસાફરી કે ફરનારા યૂઝર્સને ફાયદો મળશે. એરટેલ થેન્ક્સ એપનો ઉપયોગ કરીને પોસ્ટપેડ અને પ્રીપેડ બંને ગ્રાહક પોતાના ઇન્ટરનેશનલ રોમિંગ પેકનો કેટલો ઉપયોગ કર્યો છે તેનું રિયલ ટાઇમ બેસિસ પર ટ્રેક કરી શકશે.


જાણો પહેલા પ્લાન્સ વિશે : 799 રૂપિયાનો પ્લાન - આ પ્લાન દ્વારા ભારત અને જે દેશમાં તમે મુસાફરી કરી રહ્યા છો તેના માટે 100 મિનિટ અને 30 દિવસ માટે અનલિમિટેડ ઇનકમિંગ SMSની સુવિધા મળશે.


બીજા પ્લાન્સ વિશે જાણો : 1199 રૂપિયાનો પ્લાન - આ નવા પ્લાનમાં 1GB ડેટાની સાથે ભારત અને જે દેશમાં સફર કરી રહ્યા છો તેના માટે 100 મિનિટ મળશે. 30 દિવસ માટે અનલિમિટેડ ઇનકમિંગ SMS પણ મળશે.


ત્રીજા પ્લાન વિશે જાણો : 4999 રૂપિયાનો પ્લાન- આ પ્લાનમાં 1GB ડેટા પ્રતિ દિવસ, અનલિમિટેડ ઇનકમિંગ કૉલ, ભારત અને બીજા દેશ માટે 500 મિનિટના આઉટગોઇંગ કૉલ અને 10 દિવસ માટે અનલિમિટેડ ઇનકમિંગ SMS મળશે. આ પ્લાન હજુ લૉન્ચ નથી થયો અને આવનારા દિવસોમાં લૉન્ચ કરવામાં આવશે.


જાણો ફાયદાઓ વિશે : ગ્રાહક ઇન્ટરનેશનલ રોમિંગ પેકમાં મળેલા ફાયદાને ખતમ કરી દે તો ડેટા સર્વિસને બંધ કરી દેવામાં આવશે, જેનાથી મર્યાદાથી વધુ ઉપયોગ કરતાં કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે. ગ્રાહક એરટેલ થેન્ક્સ એપ પર જઈને બીજું પેક કે ટૉપ અપ લઈ શકે છે.


બીજા ફાયદા વિશે જાણો : એરટેલના પોસ્ટપેડ ગ્રાહક હવે પોતાના ઇન્ટરનેશનલ રોમિંગ સર્વિસને ઇનેબલ અને ડિસેબલ કરી શકશે. તેના માટે તેમને એરટેલ થેન્ક્સ એપ પર જઈને માત્ર એક ક્લિક કરવું પડશે.


ત્રીજો ફાયદો : હવે ઇન્ટરનેશનલ રોમિંગ એપને સફર પર જવાની તારીખથી 30 દિવસ પહેલા ખરીદી શકો છો. તેમાં પેકની વેલિડિટી તેના ઇન્ટરનેશનલ મોબાઇલ નેટવર્કથી કનેક્ટ થયા બાદ જ શરૂ થશે.