Airtel તેના ગ્રાહકો માટે એકથી એક જોરદાર પ્લાન ઓફર કરે છે, અને તાજેતરમાં જ કંપનીએ નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે જે ઓછી કિંમતમાં વધારે બેનિફિટ ઓફર કરે છે. આજકાલ OTT ના વધતા ટ્રેન્ડ સાથે યુઝર્સ વધુ ડેટા સાથેનો પ્લાન અથવા એવા પ્લાન ઇચ્છે છે જેમાં સબસ્ક્રિપ્શન ફ્રીમાં ઉપલબ્ધ હોય. જો તમે પણ એવો જ પ્લાન ઇચ્છતા હો, તો તમને જણાવી દઈએ કે Airtelના ઘણા પ્લાનમાં Netflix નું સબસ્ક્રિપ્શન ફ્રી મળી રહ્યું છે.
Airtel Broadband Plans પર Netflix કેવી રીતે એક્ટિવેટ કરવું? આ માટે સૌથી પહેલા Airtel થેંક્સ એપ ઓપન કરો. આ પછી Discover Thanks Benefit પેજ પર જાઓ. હવે નીચે સ્ક્રોલ કરો અને Enjoy your rewards વિભાગમાં Netflix પર જાઓ. અહીં ક્લેમ પર ક્લિક કરો. Netflix પ્રોડક્ટ પેજ ઉપર Proceed ઓપ્શન ઉપર ક્લિક કરો. એક્ટિવ થયા બાદ યુઝરને Netflix પર રિડાયરેક્ટ કરવામાં આવશે. હવે તમે Netflix એપનો લાભ લઈ શકો છો. (Image- istock)