ટેલિકોમ કંપનીઓ વચ્ચે સસ્તા પ્લાનને લઈ હરીફાઈ ચાલી રહી છે. દર બીજા દિવસે કંપનીઓ નવા-નવા પ્લાન રજૂ કરી ગ્રહકોને આકર્ષવામાં લાગી છે. આ હરીફાઈ વચ્ચે ભારતીય એરટેલ પણ ગ્રાહકોને આકર્ષવા પ્રયત્ન કરી રહી છે. એરટેલે રૂ. 75નો નવો પ્રિ-પેઈડ પ્લાન રજૂ કર્યો છે, જેની વેલિડીટી 28 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને 1GB ડેટા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા હમણાં જ આઈડીયાએ પણ બજારમાં રૂ. 75નો એક પ્લાન રજૂ કર્યો છે.