Home » photogallery » tech » એરટેલના બેસ્ટ ત્રણ પ્રીપેઇડ પ્લાન: રોજ 3GB સુધીના ડેટા સાથે મળશે Disney+ Hotstar ફ્રી

એરટેલના બેસ્ટ ત્રણ પ્રીપેઇડ પ્લાન: રોજ 3GB સુધીના ડેટા સાથે મળશે Disney+ Hotstar ફ્રી

Mobile Recharge: તો ચાલો Airtelના આ પ્લાન્સ અંગે માહિતી મેળવીએ.

विज्ञापन

  • 14

    એરટેલના બેસ્ટ ત્રણ પ્રીપેઇડ પ્લાન: રોજ 3GB સુધીના ડેટા સાથે મળશે Disney+ Hotstar ફ્રી

    નવી દિલ્હી: ટેલિકોમ કંપની એરટેલ (Airtel) પોતાના યૂઝર્સને શ્રેષ્ઠ અનુભવ ઉપલબ્ધ કરાવવા માટે અનેક પ્રકારના પ્રયાસ કરે છે. હવે કંપનીએ કેટલાક નવા પ્લાન્સ રજૂ કર્યા છે જે એક વર્ષના ફ્રી Disney+ Hotstar મોબાઇલ સબ્સક્રિપ્શનની સાથે આવે છે. તેની કિંમત 499 રૂપિયાથી શરુ થાય છે. તેની કિંમત કંપનીના પહેલા પ્લાન્સથી થોડી વધારે છે. પહેલા જે પ્લાન Disney+ Hotstar VIP સબ્સક્રિપ્શનની સાથે આવતા હતા, તેની કિંમત 449 રૂપિયાથી શરૂ થઈને અને 2,698 રૂપિયા સુધી જતી હતી. બીજી તરફ, નવા પ્લાન્સ હેઠળ સૌથી મોંઘો પ્લાન 2,798 રૂપિયા છે. આ પ્લાનમાં Disney+ Hotstar Mobile સબ્સ્ક્રિપ્શનને એક વર્ષ માટે મફત એક્સેસ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય ગ્રાહકોને હાઇ સ્પીડ ડેટા (high speed Data) , અનલિમિટેડ કોલિંગ (unlimited calling) અને એસએમએસ (SMS) જેવા લાભ પણ આપવામાં આવી રહ્યા છે. તો ચાલો Airtelના આ પ્લાન્સ અંગે માહિતી મેળવીએ.

    MORE
    GALLERIES

  • 24

    એરટેલના બેસ્ટ ત્રણ પ્રીપેઇડ પ્લાન: રોજ 3GB સુધીના ડેટા સાથે મળશે Disney+ Hotstar ફ્રી

    499 રૂપિયાનો પ્લાન - આ એરટેલ પ્લાનમાં, 1 વર્ષ માટે Disney+ Hotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શન સિવાય, તમને 3GB/દિવસ ડેટા, કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત ઇન્ડિયા કોલ્સ અને પ્રતિ દિવસ 100 SMS મળે છે. આ પ્લાન 28 દિવસની માન્યતા સાથે આવે છે. આ સિવાય, આ પ્લાનમાં, તમને 30 દિવસો માટે એમેઝોન પ્રાઇમ વીડિયોના મોબાઇલ એડિશનનું મફત એક્સેસ આપવામાં આવી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 34

    એરટેલના બેસ્ટ ત્રણ પ્રીપેઇડ પ્લાન: રોજ 3GB સુધીના ડેટા સાથે મળશે Disney+ Hotstar ફ્રી

    699 રૂપિયાનો પ્લાન - આ પ્લાનમાં, Disney+ Hotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શન 1 વર્ષ તેમજ દરરોજ 2GB ડેટા માટે આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર કોલ્સ અને દરરોજ 100 SMS મફત મળશે. એરટેલનો આ લેટેસ્ટ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ સિવાય, આ પ્લાનમાં તમને 30 દિવસનું મફત એમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 44

    એરટેલના બેસ્ટ ત્રણ પ્રીપેઇડ પ્લાન: રોજ 3GB સુધીના ડેટા સાથે મળશે Disney+ Hotstar ફ્રી

    2,798 રૂપિયાનો પ્લાન - આ પ્લાનમાં Disney+ Hotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શન 1 વર્ષ માટે ઉપલબ્ધ છે. ગ્રાહકોને દરરોજ 2GB ડેટા, કોઈપણ નેટવર્ક પર કોલ અને દરરોજ 100 SMS મળશે. આ પ્લાન 365 દિવસ માટે માન્ય રહેશે. આ સિવાય, આ પ્લાનમાં તમને 30 દિવસનું મફત એમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.

    MORE
    GALLERIES