Airtel, Jio, VIનાં સૌથી સસ્તા ડેટા પ્લાન મળશે અનલિમિટેડ કોલિંગની સાથે આ સુવિધાઓ
એરટેલ, જિઓ અને વોડાફોન-આઇડિયા (Airtel, Jio, VI)નાં એવાં ઘણાં પ્લાન છે જેમાં આપને ફ્રી કોલિંગની સાથે વધુ ડેટાની પણ સુવિધા મળશે. આ પ્લાન્સમાં આપને 3GB કે તેથી વધુ હાઇસ્પીડ ડેટા દરરોજ મળશે. આ પ્લાન ઘણો જ સસ્તો અને સારો છે.


નવી દિલ્હી: કોરોના (Corona)ને કારણે આજકાલ તમામ લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે. આ કારણે ડેટા અને કોલિંગની માંગ વધી ગઇ છે. જે કારણે અમે આપનાં માટે એરટેલ, જિયો અને વોડાફોન-આઇડિયા (Airtel, Jio, VI)નાં ઘણાં પ્લાન્સ છે જેમાં આપને ફ્રી કોલિંગની સાથે વધુ ડેટાની સુવિધા મળશે. આ પ્લાન્સમાં આપને 3GB કે તેથી વધુ હાઇ સ્પિડ ડેટા દરરોજ મળે છે. આ પ્લાન્સ ઘણાં સસ્તા છે.


Jio માં 349 રૂપિયા વાળો પ્લાન- આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જેમાં આપ જિયો ટૂ જિટો અનલિમિટેડ ફ્રી કોલિંગ કરી શકશો. અન્ય નેટવર્ક પર આપને કોલિંગ માટે આપને 1000 નોન જિયો મિનિટ મળશે. આ પ્લાનમાં દરરોજ 3GB નો ડેટા અને 100 SMSની સુવિધા મળશે. આ ઉપરાંત આ પ્લાન્સમાં જિયોનાં પ્રીમિયમ એપ્સને મફતમાં ઉપયોગ કરવાની પણ તક મળશે.


એરટેલમાં 398 રૂપિયાવાળો પ્લાન- આ પ્લાનની વેલિડીટ 28 દિવસની છે જેમાં આપ અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. દરરોજનાં 100 SMS વાપરી શકો છો અને દરરોજનું 3GB ડેટા આપને યૂઝ કરવા મળશે સાથે જ ઝી5નું પ્રમીમિયમ સબ્સ્ક્રિપ્શન પણ મળશે.


Jio 401 રૂપિાયનો પ્લાન- આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે જેમાં ગ્રાહકને 90GB ડેટા મળે છે. એટલે કે તેઓ દરરોજ 3GB ડેટા ઉપરાંત કૂલ 6GB ડેટા વાપરી શકે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોયસ કોલની સાથે જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે. આ પ્લાનમાં યૂઝરને 399 રૂપિયાની કિંમતવાળો એક વર્ષનું Disney +Hotstar VIPનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે.


વોડાફોન- આઇડિયાનાં 405 રૂપિયાનો પ્લાન- 28 દિવસનાં વેલિડિટીની સાથે આવનારા આ પ્લાનમાં આપને 90GB ડેટા મળશે. આ ઉપરાંત પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. પ્લાનમાં દરરોજનાં 100 SMS ફ્રી મળશે


એરટેલ- 401 રૂપિયાવાળો પ્લાન- આ પ્લાનમાં આપને Disney+Hotstar VIPનું સબ્સક્રિપ્સન મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને દરરોજનાં 100 SMSની સાથે આપને દરરોજનો 3GB ડેટા મળે છે.


એરટેલ 558 રૂપિયાનો પ્લાન- આ પ્લાનમાં આપને દરરોજનાં 3GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ મળે છે. અને દરરોજનાં 100 SMS ફ્રીમાં મળે છે. આમાં યૂઝર્સને Zee5નું પ્રમિયમ સબ્સ્ક્રિપ્શન મળે છે. આ પ્લાન 56 દિવસ ચાલે છે.