મુંબઈઃ ટેલિકોમ કંપનીઓ પોતાના યૂઝર્સ માટે અનેક શાનદાર રિચાર્જ પ્લાન લઈને આવી રહી છે. આ પ્લાનમાં કંપનીઓ કેટલાક વધુ બેનિફિટ્સ આપી રહી છે, જેનાથી ગ્રાહકને ઓછા ખર્ચમાં ડબલ ફાયદો મળશે. જ્યાં એક તરફ સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) માટે લોકો ફોન પર વાત કરી ખબરઅંતર પૂછવાનું યોગ્ય માની રહ્યા છે તો બીજી તરફ વર્ક ફ્રોમ હોમ (Work From Home)ને પણ મોબાઇલના ઉપયોગને વધારી દીધો છે. આજે અમે આપને Airtel, Jio અને Vodafoneના ખાસ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત 199 રૂપિયા છે. આ પ્લાન્સમાં ગ્રાહકોને અનેક ફાયદા પણ મળી રહ્યા છે.