

મુંબઈઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન (Lockdown) જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી અનેક કંપનીઓ, ઓફિસો બધું બંધ છે. પરંતુ તેમ છતાંય ઓફિસના કામ તો ઘરેથી કરવાનું હોય છે. જો તમારે ઘરેથી કામ કરવા માટે (Work From Home) ઇન્ટરનેટરની જરૂર છે તો તેના માટે એરટેલ (Airtel) અનેક શાનદાર પ્લાન ઓફર કરે છે.


એરટેલે પોતાના યૂઝર્સ માટે નાના-નાના પ્લાન લૉન્ચ કર્યા છે. એક પ્લાન તેમનો 99 રૂપિયાનો છે, બીજો 129 રૂપિયાનો છે, ત્રીજો પ્લાન 199 રૂપિયાનો છે. એટલે કે આ પ્લાન પણ લૉકડાઉન દરમિયાન ઘરેથી કામ કરનારાઓ માટે લૉન્ચ કરવામાં આવ્યો છે.


તેમાંથી એરટેલના સૌથી સસ્તા પ્લાન 99 રૂપિયાની વાત કરીએ તો તે પ્રીપેડ યૂઝર્સ માટે છે. તેમાં કુલ 1GB ડેટા મળે છે. તેની સાથે જ તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કૉલિંગ મળે છે. તેમાં ગ્રાહકોને રોજ 100 SMS પણ મફતમાં મળે છે. એરટેલે આ 99 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 18 દિવસની રાખી છે.


એપ્સનું સબ્સક્રિપ્શન મફતઃ એટલું જ નહીં એરટેલ પોતાના આ 99 રૂપિયાવાળા પ્લાનની સાથે કેટલીક એડિશનલ સર્વિસ પણ મફતમાં આપી રહ્યું છે. આ પ્લાનની સાથે ગ્રાહક Zee5, Wynk Music અને Airtel Xstream જેવી સર્વિસિસનું મફતમાં સબ્સક્રિપ્શન મેળવી શકે છે.


આ પ્લાનને બિહાર, ઝારખંડ, કોલકાતા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન, યૂપી ઇસ્ટ અને પશ્ચિમ બંગાળ જેવા કેટલાક સર્કલમાં જ લૉન્ચ કરવામાં આવ્યો છે.


બે મહિના માટે Zee5 મફતઃ આ ઉપરાંત લૉકડાઉનની વચ્ચે એરટેલ થેન્ક્સ એપના યૂઝરને શાનદાર ભેટ મળી છે. ટેલિકોમ કંપનીએ જણાવ્યું કે એરટેલ થેન્ક્સના ગ્રાહક લગભગ બે મહિના માટે Zee5ના પ્રોગ્રામ અને ફિલ્મો મફતમાં જોઈ શકે છે. નવી સુવિધામાં એરટેલ થેન્ક્સ એપનો ઉપયોગ કરવા માટે યૂઝર્સને Zee5નું ફ્રી અનલિમિટેડ એક્સેસ મળશે. એટલે કે હવે ઘરે બેઠા એરટેલ થેન્ક્સના યૂઝર Zee5ના પ્રીમિયમ કન્ટેન્ટનો મફતમાં આનંદ લઈ શકશે.