અત્યારે દિવસેને દિવસે ગરમીમાં વધારો થતા મોટા ભાગના ઘરોમાં AC જોવા મળતા હોય છે. જોકે તે પર્યાવરણ માટે હાનિકારક તો છે, પરંતુ ગરમીમાં એક સમય એવો આવે છે જેમાં તમારે AC સિવાય ચાલતું જ નથી. આવા સમયે ACમાંથી પાણી પણ વધારે નીકળતું હોય છે. જો તમે તે પાણીને ગટરમાં જતા રોકીને તેનો યોગ્ય ઉપયાગ કરો છો તો તમે તમારા ઘરમાં ઘણુ બધું પાણી બચાવી શકો છો. એટલું જ નહી તે પાણીને તમે છોડમાં પણ નાખી શકો છો, જેથી તે તાજા રહે છે. આ સાથે સાથે પર્યાવરણને પણ સુરક્ષિત રાખી શકાય છે.