Affordable CNG car: જો તમે પણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો CNG કાર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. સીએનજી કારમાં યુઝર્સને સારી માઈલેજ મળે છે અને તે પેટ્રોલ-ડીઝલ કરતા સસ્તી પણ છે. અહીં અમે તમને મારુતિ સુઝુકીની 3 સૌથી સસ્તી CNG કાર વિશે જણાવી રહ્યા છીએ, આ કાર્સમાં તમને સારી માઈલેજ પણ મળે છે.
મારુતિ સુઝુકી સેલેરિયો (Maruti Suzuki Celerio): મારુતિ સુઝુકી સેલેરિયો કંપનીની સૌથી લોકપ્રિય CNG કારમાંથી એક છે. આ હેચબેક તેના ઝડપી હેન્ડલિંગ, ફીચર્સ, દેખાવ અને ઓછી કિંમત માટે જાણીતી છે. Maruti Suzuki Celerio CNG હેચબેક 1.0-લિટર એન્જિન દ્વારા સંચાલિત છે, જે 57 PS પાવર અને 78 Nm ટોર્ક જનરેટ કરે છે. Celerio CNG વેરિઅન્ટ VXi અને VXi(O) ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે. તેમની કિંમત ₹5.85 લાખ અને ₹5.90 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. (image: cardekho)
મારુતિ સુઝુકી વેગનઆર (Maruti Suzuki WagonR) : મારુતિએ હાલમાં જ વેગન આરનું અપડેટેડ મોડલ લોન્ચ કર્યું છે. તેના CNG વેરિઅન્ટમાં 7-ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને એન્ડ્રોઇડ ઓટો એપલ કારપ્લે કનેક્ટિવિટી છે. તમને મારુતિ વેગનઆરના CNG વેરિઅન્ટમાં 1.0 લિટરનું એન્જિન મળશે. જે 5500 rpm પર 68psનો પાવર અને 2500 rpm પર 90Nmનો ટોર્ક જનરેટ કરે છે. WagonR CNG વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 5.83 લાખ અને રૂ. 5.89 લાખ છે. (image: carwale)
મારુતિ સુઝુકી અલ્ટો (Maruti Suzuki Alto) : મારુતિ સુઝુકી અલ્ટો સૌથી સસ્તી હેચબેક કારમાંથી એક છે. આ કારમાં 800 CC એન્જિન ઉપલબ્ધ છે. આ એન્જિન 40hp પાવર અને 60Nm ટોર્ક જનરેટ કરે છે. તે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે આવે છે. તેની શરૂઆતી કિંમત 4.66 લાખ રૂપિયા છે. આ કારમાં CNG પર ચાલવાથી 31.59 કિમી/કિલોની માઈલેજ મળે છે. (image: cardekho)