દરરોજ તાપમાનમાં વધારાને કારણે, આજે લગભગ તમામ ઘરોમાં એર કન્ડીશન છે. જો કે, એસી વાતાવરણ માટે હાનિકારક છે, પરંતુ ઉનાળામાં એક સમય એવો આવે છે જ્યારે તેના વિના તમે ગરમીથી રાહત મેળવી શકતા નથી. આવા સમયે તમારા ઘરના AC માંથી ઘણું પાણી નીકળે છે, જો આ પાણીનો નિકાલ ન કરીને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તમે તમારા ઘરમાં ઘણું પાણી બચાવી શકો છો. આટલું જ નહીં, તમે આ પાણીને છોડ પર છાંટી શકો છો, જેના કારણે છોડ લીલા રહેશે અને પર્યાવરણ પણ સુરક્ષિત રહેશે.