Home » photogallery » tech » AC On Rent: ખરીદ્યા વગર ઘરે લાવો એસી, સર્વિસ માટે પણ નથી કોઈ મગજમારી, આ 4 પ્લેટફોર્મ કામમાં આવશે

AC On Rent: ખરીદ્યા વગર ઘરે લાવો એસી, સર્વિસ માટે પણ નથી કોઈ મગજમારી, આ 4 પ્લેટફોર્મ કામમાં આવશે

AC On Rent: ભારતમાં ગરમીનો સમય આવી ગયો છે. આવા સમયે AC અને કુલરની માંગ ખુબ જ વધી રહી છે. પરંતુ કૂલર પણ દરેક જગ્યાએ કામમાં નથી આવતા. જેથી ACની જરૂરિયાત વધી ગઈ છે. જો તમે પણ બહાર રહો છો અને એસી ખરીદવા નથી માંગતા તો તમે તેને ભાડે પણ લઈ શકો છો. ભાડે લીધેલા ACમાં સર્વિસિંગ (Servicing)ની પણ કોઈ મગજમારી રહેતી નથી.

  • 15

    AC On Rent: ખરીદ્યા વગર ઘરે લાવો એસી, સર્વિસ માટે પણ નથી કોઈ મગજમારી, આ 4 પ્લેટફોર્મ કામમાં આવશે

    AC ભાડે લાવીએ તો ફાયદો એ થાય કે, જો તમારે કોઈ બીજા શહેરમાં જવાનું થાય છે તો, તેને સાથે લઈને જવાની માથાકુટ મટી જાય છે. ત્યારે અમે તમને એવા પ્લેટફોર્મ્સ વિશે જણાવા જઈ રહ્યા છીએ જ્યાથી તમે ભાડે એસી લઈ શકો છો.

    MORE
    GALLERIES

  • 25

    AC On Rent: ખરીદ્યા વગર ઘરે લાવો એસી, સર્વિસ માટે પણ નથી કોઈ મગજમારી, આ 4 પ્લેટફોર્મ કામમાં આવશે

    Rentomojo: આ વેબસાઈટ પોતાની સેવા બેંગલુરૂ, મુંબઈ, પૂણે, દિલ્હી, નોએગા, ગુરૂગ્રામ, હૈદરાબાદ, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, ચંદીગઢ. ગાજિયાબાદ અને કોલકાતા જેવા ઘણા શહેરોમાં આપે છે. અહીંથી તમે એસી, ટીવી, ફ્રિઝ અને ફર્નિચર જેવી ઘણી વસ્તુંઓ ભાડે લઈ શકો છો. અહીં એક ટનનું સ્પ્લિટ એસી તમને 1,859 રૂપિયામાં પ્રતિ મહિનાના ભાડે મળી રહેશે. (Image- ShutterStock)

    MORE
    GALLERIES

  • 35

    AC On Rent: ખરીદ્યા વગર ઘરે લાવો એસી, સર્વિસ માટે પણ નથી કોઈ મગજમારી, આ 4 પ્લેટફોર્મ કામમાં આવશે

    CityFurnish: આ વેબસાઈટ દિલ્હી, નોઈડા, ગુડગાંવ, હૈદરાબાદ, મુંબઈ અને બેંગલુરુ જેવા ઘણા મોટા શહેરોમાં પોતાની સેવાઓ આપે છે. આ પ્લેટફોર્મ પરથી તમે ઘર અને ઓફિસ માટે ફર્નિચર અને ઉપકરણો ભાડે લઈ શકો છો. તેની ખાસ વાત એ છે કે, તેમો કોમ્બોમાં પણ ઘણી વસ્તુઓ મળે છે. (Image- ShutterStock)

    MORE
    GALLERIES

  • 45

    AC On Rent: ખરીદ્યા વગર ઘરે લાવો એસી, સર્વિસ માટે પણ નથી કોઈ મગજમારી, આ 4 પ્લેટફોર્મ કામમાં આવશે

    FairRent: આ પ્લેટફોર્મ પરથી સ્પ્લિટ એસી, વિંડો એસી, વૉશિંગ મશીન અને ફ્રિઝ જેવી ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ભાડે લઈ શકો છે. અહીં તમને 1.5 ટનનું વિંડો એસી માસિક માત્રે 1,575 રૂપિયામાં ભાડે મળી રહેશે. ગ્રાહકોને અહીં 1 ટન, 1.5 ટન અને 2 ટનની એસી લેવા માટે વિકલ્પ મળી રહેશે. એસી ઇન્સ્ટોલેશન મફતમાં કરવામાં આવે છે. આ સાથે સાથે મફતમાં સ્ટેબિલાઇઝર પણ મળી રહે છે. (Image- ShutterStock)

    MORE
    GALLERIES

  • 55

    AC On Rent: ખરીદ્યા વગર ઘરે લાવો એસી, સર્વિસ માટે પણ નથી કોઈ મગજમારી, આ 4 પ્લેટફોર્મ કામમાં આવશે

    Rentloco: આ પ્લેટફોર્મ લખનઉમાં પોતાની સેવા આપે છે. અહીંથી પણ ઘર વપરાશ માટે ઉપકરણો અને ફર્નિચર ભાડે મળી રહે છે. એસી સિવાય તમે અહીંથી ટીવી, ફ્રિઝ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ લઈ શકો છો. (Image- ShutterStock)

    MORE
    GALLERIES