POCO X4 Pro- આ ફોનની કિંમત 17990 રૂપિયા છે. તેમાં 64 MPનો મુખ્ય કેમેરા મળી રહ્યો છે. આ સાથે 8 અને 2 મેગાપિક્સલના વધુ બે કેમેરા આપવામાં આવ્યા છે. સેલ્કી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચની AMOLED ડિસ્પ્લે છે. તેની બેટરી 5000 mAhની છે. આ ફોનમાં તમને ઓક્ટા કોર સ્નેપડ્રેગન 695 પ્રોસેસર મળે છે. તેની રેમ 6 GB ની છે અને ઇન્ટરનલ સ્ટોરેજ 64 GB ની છે. આ ફોન 5G સક્ષમ છે.
Xiaomi Redmi Note 11 Pro Plus 5G- આ ફોનની કિંમત રૂ.19999 છે. તેમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે. આ સાથે 8+2 મેગાપિક્સલના 2 વધુ કેમેરા ઉપલબ્ધ છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. તમને તેમાં 5000 mAh બેટરી મળે છે. ઓક્ટાકોર સ્નેપડ્રેગન 695 પ્રોસેસર સાથે 6 જીબી રેમ આપવામાં આવી છે. તેની ઈન્ટરનલ સ્ટોરેજ 128 GB છે. આ એક 5G સક્ષમ ફોન છે.
realme Narzo 50 5G- ફોનની કિંમત 15999 રૂપિયા છે. તેમાં ઓક્ટાકોર મીડિયાટેક ડાયમેન્સિટી 810 પ્રોસેસર ઉપલબ્ધ છે. ડિસ્પ્લે 6.6 ઇંચ છે અને રિફ્રેશ રેટ 90 Hz છે. કેમેરા 48+2 મેગાપિક્સલનો છે. સેલ્ફી કેમેરા 8 મેગાપિક્સલનો છે. બેટરી 5000 MH ની છે. તેની રેમ 4 GB અને ઇન્ટરનલ સ્ટોરેજ 64 GB છે. આ પણ 5G સક્ષમ ફોન છે.
iQOO Z6 5G- તેની કિંમત 14999 રૂપિયા છે. કેમેરા 50+2+2 મેગાપિક્સલનો છે. સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલનો છે. બેટરી 5000 mAh ની છે. તેની ડિસ્પ્લે 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે 6.58 ઇંચ છે. આમાં તમને ઓક્ટાકોર સ્નેપડ્રેગન 695 પ્રોસેસર મળે છે. 4 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે. આ ફોન પણ 5G સક્ષમ છે.