Samsung Galaxy M13 5G- આ ફોન 6.5-ઇંચની ડિસ્પ્લે સાથે આવે છે. તેનો રિફ્રેશ રેટ 90 Hz છે. ઇન્ટરનલ સ્ટોરેજ 64 GB છે. પરફોર્મન્સની વાત કરીએ તો તેમાં 2.2 GHz ઓક્ટા-કોર પ્રોસેસર છે. તે 4 જીબી રેમ સાથે આવે છે. તેની બેટરી 5000 mAhની છે. આ ફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આમાં તમને 50 MP અને પાછળના ભાગમાં 2 MP કેમેરા મળશે. તેનો ફ્રન્ટ કેમેરા પણ 50 MPનો છે. તેની કિંમત લગભગ 14000 રૂપિયા છે.
realme 9 5G- આ ફોનની કિંમત 14775 રૂપિયા છે. તેમાં 4 જીબી રેમ અને ઓક્ટાકોર પ્રોસેસર છે. ઇન્ટરનલ સ્ટોરેજ 64 GB છે. તમને 6.5 ઇંચની સ્ક્રીન મળશે. રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝનો છે. તમને તેમાં 3 રિયર કેમેરા મળશે. એક કેમેરો 48 MPનો અને બીજો બે 2-2 MPનો છે. ફ્રન્ટ કેમેરા 16 MPનો છે. તેની બેટરી 5000 mAh છે અને ફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Xiaomi Redmi Note 10T- ઓક્ટાકોર પ્રોસેસર અને 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથેના આ ફોનની કિંમત લગભગ 12,000 રૂપિયા છે. તમને તેમાં 6.5-ઇંચની સ્ક્રીન મળશે, જેનો રિફ્રેશ રેટ 90 Hz છે. પાછળના ભાગમાં 48 MP અને 2-2 MPના અન્ય 2 કેમેરા ઉપલબ્ધ છે. ફ્રન્ટ કેમેરા 8 MPનો છે. તેની બેટરી 5000 mAhની છે.