Realme GT 2 આજે પહેલી વખત સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. સેલ બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ અને રિયલમી.કોમ પર શરુ થશે. કંપનીએ Realme GT 2ના બેઝ વેરિયન્ટની કિંમત 34,999 રૂપિયા રાખી છે, જે તેના 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિયન્ટ માટે છે. આ ફોન 12GB + 256GB મોડેલ સાથે પણ આવે છે, જેની કિંમત 38,999 રૂપિયા રાખવામાં આવી છે. સ્માર્ટફોન પર લોન્ચ ઓફર હેઠળ એચડીએફસી બેંક કાર્ડ અથવા ઇએમઆઈનો ઉપયોગ કરનારા ગ્રાહકોને 5,000નું કેશબેક આપવામાં આવશે.
રિયલમી જીટી 2માં 6.6 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 1,080x2,400 પિક્સલ રેઝોલ્યુશન સાથે આવે છે. ફોનની ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે, જેના પર કોર્નીંગ ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન મળે છે. આ ફોન ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 888 SoC પર કામ કરે છે, જેની સાથે 12GB સુધીની LPDDR5 RAM મળે છે. કહેવાય છે કે આ ફોનની બેક પેનલ દુનિયાની પહેલી ISCC સર્ટિફાઇડ બાયો પોલિમર પેનલ છે.
કેમેરા તરીકે રિયલમીના આ લેટેસ્ટ ફોનમાં ટ્રીપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેનો પ્રાઇમરી કેમેરા F1.8 અપર્ચર વાળો 50 મેગાપિક્સલનો સોની IMX766 સેન્સર છે. સાથે 8 મેગાપિક્સલ વાળો વાઇડ એન્ગલ અને 2 મેગાપિક્સલવાળો મેક્રો સેન્સર આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ફોનના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો કેમેરા છે.
પાવર માટે Realme GT 2માં 5000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 65W સુપરડાર્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. દાવો છે કે માત્ર 33 મિનિટમાં ચાર્જ થઇને તે 100% ચાર્જ થઈ જશે. ફોનમાં ડોલ્બી એટમોસ સ્પીકર પણ છે. આ ફોનની જાડાઈ માત્ર 8.6 એમએમ છે અને તેનું વજન 194.5 ગ્રામ છે. આ ફોનને 3 કલર ઓપ્શન સ્ટીલ બ્લેક, પેપર વ્હાઇટ (Paper White) અને પેપર ગ્રીન (Paper Green)માં રજૂ કરવામાં આવ્યો છે.