

અમદાવાદ: કોમ્પ્યુટર (Computer)ને કારણે આપણું કામ ઘણું જ સરળ થઈ જાય છે. જે કામ કરવામાં પહેલા દિવસો નીકળી જતા હતા તે કોમ્પ્યુટરમાં મિનિટોમાં થઈ જાય છે. જોકે, કોમ્પ્યુટરને ચલાવવા માટે વિશેષ જ્ઞાનની જરૂર રહે છે. ખાસ કરીને જો તમે ઓછા સમયમાં વધારે કામ લેવા માંગો છો તો અમે તમારા માટે કેટલીક ટ્રિક્સ (Computer Tips & Tricks Everyone Should Know) રજૂ કરી રહ્યા છીએ. આ ટ્રિક્સ તમારા કામને સરળ બનાવશે અને તમે ઓછા સમયમાં વધારે કામ કરી શકશો. શક્ય છે કે આમાની કેટલીક ટ્રિક્સ તમે જાણતા પણ હોવો.


ભૂલથી બંધ થઈ ગયેલી Tab ફરી શરૂ કરો: જો તમે બ્રાઉઝરમાં એક કરતા વધારે Tab ચાલુ રાખીને કામ કરી રહ્યા છો અને ભૂલથી કોઈ Tab બંધ થઈ જાય છે તો તમે તેને એક સ્ટેપમાં ફરીથી શરૂ કરી શકો છો. બ્રાઉઝરમાં Ctrl+Shift+T દબાવશો એટલે બંધ થઈ ગયેલી ટેબ ફરીથી દેખાશે.


અમુક ભાગનો જ સ્ક્રિનશોટ લેવો: જો તમે તમારા કોમ્પ્યુટર સ્ક્રિનના અમુક ભાગનો જ સ્ક્રિન શોટ લેવા માંગો છો તો તે માટે Windowsમાં "Snipping Tool" નામની એપ છે. બસ તમારે "Start"માં જઈને તે શરૂ કરવાની છે. જે બાદમાં તેમાં આપેલી સૂચનાને અનુસરો.


Excelમાં અંતિમ કમાન્ડને રિપીટ કરવો: F4 દબાવવાથી Excelમાં અંતિમ કમાન્ડ રિપીટ થશે. દા.ત. જો તમે Excelમાં અમુક Cellને કોઈ રેડ કલર સાથે હાઇલાઇટ કરો છો. જે બાદમાં તમે બીજી Celને હાઇલાઇટ કરવા માટે F4 દબાવી શકો છો.


એક ક્લિકમાં કોઈ લિંકને નવી Tabમાં ખોલો: જો તમે તમારા માઉસના વચ્ચેના બટનથી કોઈ લિંકને ક્લિક કરશો તો તે લિંક બ્રાઉઝરની નવી Tabમાં ખુલશે. તેનાથી વિપરીત, જો તમે કોઈ Tab પર જઈને મીડલ ક્લિક કરશો તો તે Tab બંધ થઈ જશે.


ડ્રેગ કરીને ફાઇલની કોપી બનાવો: જે ફાઇલની કોપી બનાવવા માંગતો હોય તેને સિલેક્ટ કરીને "Ctrl" કી દબાવી રાખો અને ક્લિક કરો. જે બાદમાં ડ્રેગ કરીને જ જગ્યાએ અનક્લિક કરશો ત્યાં ફાઇલની કોપી બની જશે.


ક્રોમમાં ઇમેજને રિવર્સ સર્ચ કરો: ગૂગલ ક્રોમમાં જો તમે કોઈ ઇમેજ પર Right Click કરતાની સાથે સાથે "S" દબાવશો તો તેનાથી રિવર્સ સર્ચ થશે. તેનાથી તે ફોટો ક્યાંથી લેવાયો છે તે જાણી શકશો અને સાથી જ તેના જેવી અન્ય તસવીરો પણ જોઈ શકાશે.


એક ક્લિકમાં YouTube વીડિયોને Pause કરો: મોટાભાગના લોકો યુ-ટ્યુબમાં વીડિયો પોઝ કરવા માટે સ્પેસ બારનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેનાથી ક્યારેક વીડિયો પોઝ થવાને બદેલ Page સ્ક્રોલ થઈ જતું હોય છે. પરંતુ તેના બદલે જો તમે "K" પ્રેસ કરશો તો વીડિયો પોઝ થઈ જશે. આ ઉપરાંત જો તમે "J" દબાવશો તો તમે 10 સેકન્ડ પાછળ જઈ શકશો અને જો "L" દબાવશો તો 10 સેકન્ડ આગળ જઈ શકશો.


તમારા વિન્ડોને સ્ક્રિનની સાઇડમાં લઈ જાઓ: જો તમે "Windows" કીની સાથે સાથે એરો કી (right, left, up, down) દબાવશો તો તમારી વિન્ડો સ્ક્રિનની જે તે બાજુએ ખસી જશે.


એક સેકન્ડમાં cache ક્લિયર કરો: જો તમે ઝડપથી cache ક્લિયર કરવા માંગતો હોવા તો તેના માટે Ctrl+Shift+R દબાવો. જેનાથી તમારું પેજ રિફ્રેશ થઈ જશે.


એક સેકન્ડમાં કોમ્પ્યુટર લૉક કરો: તમારા વિન્ડો કોમ્પ્યુટરને લૉક કરવા માટે Windows+L દબાવશે તો તે એક સેકન્ડમાં લૉક થઈ જશે.