

ભૂંગળા બટેટા બનાવવા માટેની સામગ્રી : બાફેલા બટેટા-2 નંગ , ચણા નો લોટ-1 ચમચી, આદુ-લસણ ની પેસ્ટ-1 ચમચી , લાલ મરચું પાવડર-1 ચમચી , ચાટ મસાલો-1 ચમચી , ધાણા-1 ચમચી , મીઠું- સ્વાદ મુજબ , પાણી-જરૂર મુજબ , તેલ-જરૂર મુજબ


ભૂંગળા બટેટા બનાવવા માટે- સૌપ્રથમ બાફેલા બટેટા ને નાના ટુકડા મા સમારી બાઉલ મા રાખી દો.ત્યાર બાદ એક બીજા બાઉલ મા ચણા નો લોટ , આદુ-લસણ ની પેસ્ટ , મરચું પાવડર , ચાટ મસાલો , નમક ઉમેરી તેમાં પાણી મિકસ કરી પેસ્ટ તૈયાર કરો.


ત્યાર બાદ એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં બાફેલા બટેટા ના ટુકડા ઉમેરો તેને ઓઇલ મા સારી રીતે ફ્રાય કરી તેના પર પેલી મસાલા ની પેસ્ટ ઉમેરો અને કડાઇ મા બટેટા તથા મસાલા ને સરખી રીતે મિકસ કરો .


ધીમી આંચ પર આ મિશ્રણ ને હલાવતા રહો અને કડાઇ મા થી ડિશ મા આ મસાલા વાળા બટેટા ને ઠંડા થવા મૂકી દો . ત્યાર બાદ કડાઇ મા ઓઇલ ગરમ કરી તેમાં ભૂંગળા તળી તેને પણ એક ડિશ મા સર્વ કરી દો. તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ ચટકાદાર ભૂંગળા બટેટા.