

કાર્લમેન કિંગ દુનિયાની સૌથી મોંઘી SUV છે. કારની શરૂઆતની કિંમત 22 લાખ ડોલર એટલે કે 14.27 કરોડ રૂપિયાથી વધારે છે. આ કારમાં બોડી ઓર્મક અને કસ્ટમાઈઝેશન સાથે જોડવામાં આવે તો આ કારની કિંમગત 35 લાખ ડોલર એટલે કે 22.7 કરોડ રૂપિયાએ પહોંચી જાય છે. આ સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલની કીંમત સુપર કાર્સ કરતાં પણ વધારે છે. માસેરાતી લેવાંતેની કિંમત જ્યાં 1.45 કરોડ રૂપિયા છે. જ્યારે લેમ્બોર્ગિની ઉરસની કિંમત 3 કરોડ રૂપિયા છે. બેંટલે Bentaygaની કિંમત 3.85 કરોડ રૂપિયા છે.


આ SUV કારને ગયા વર્ષે દુબઈ ઈન્ટરનેશનલ મોટર શોમાં રજુ કરવામાં આવી હતી. જો કે આ SUVનું પ્રોડક્શન લેવલ 12 કાર સુધી સીમિત રહેશે. એટલે કે આવી માત્ર 12 જ કાર બનશે.


આ SUVને ચીનની ઓટોમોટિવ કંપની IAT ઓટોમોબાઈલ ટેક્નોલોજીએ ડિઝાઈન કરી છે. આ કારને યુરોપમાં 1800 લોકોની ટીમે બનાવી છે.


આ SUV છ મીટર લાંબી છે. અને તેમાં 6.8 લીટરનું V10 એન્જીન આપવામાં આવ્યું છે. જે 400PSનો પાવર જનરેટ કરે છે.


આ કારની ટોપ સ્પીડ 140 કિલોમીટર પ્રતિ કલાક છે આ SUV હાઈ-ફાઈ સાઉન્ડ, અલ્ટ્રા HD 4K ટેલીવિઝન, પ્રાઈવેટ સેફબોક્સ અને ફોન પ્રોજેક્શન સિસ્ટમ છે.