

સુરવીન ચાવલા (Surveen Chawla) સ્મોલ સ્ક્રિન પર કામ કરનારી જાણીતી ઍક્ટ્રેસ છે. હવે તે વેબની દુનિયા અને બૉલિવૂડમાં પણ એન્ટ્રી કરી ચૂકી છે. હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યૂંમાં તેની સાથે બનેલી કાસ્ટિંગ કાઉચની ઘટના અંગે વાત કરી હતી. (Photo:Instagram)


સુરવીને જણાવ્યું હતું કે, એક મુકામ સુધી પહોંચવા માટે તેને રસ્તામાં ઘણી મુસિબતોનો સામનો કરવો પડ્યો છે. 56 કિલો વજન હોવા છતાં તેને ઓવરવેટ કહેવામાં આવતી હતી. આ તો ખુબજ સામાન્ય બાબત છે. તેને કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કરવો પડ્યો હતો. તે પણ એક બેવખત નહીં પણ પાંચ વખત. તેને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. (Photo:Instagram)


સુરવીને ત્રણ વખત સાઉથ ઇન્ડસ્ટ્રીમાં અને બે વખત બૉલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ જેવી ગંદી હરકતનો સામનો કરવો પડ્યો છે. તેણે જણાવ્યું કે, એક ડિરેક્ટર તેની ક્લીવેજ જોવા ઇચ્છતો હતો.(Photo:Instagram)


તો એક ડિરેક્ટર તેની જાંઘ જોવા ઇચ્છતો હતો. સુરવીને જણાવ્યું કે, તેને ઓવરવેટ હોવાનાં ટોણા પણ સાંભળવા પડ્યાં હતાં. જ્યારે તેનું વજન માત્ર 56 કિલો હતું. (Photo:Instagram)


એટલું જ નહીં. તેનાં પ્રખ્યાત હોવાને કારણે તેને ટીવીની દુનિયામાં કામ કરવું મુશ્કેલ થઇ ગયુ હતું. તેણે જણાવ્યું હતું કે, એક વખત એમ પણ બન્યું હતું કે, મને મારા પૉપ્યુલર ચહેરા માટે કહેવામાં આવ્યું કે, આપ ટીવી માટે ઓવર ઍક્સપોઝ્ડ છો. આ સમય એવો હતો કે હું મારો ઍક્સપીરિયન્સ છુપાવવા લાગી હતી. (Photo:Instagram)


બાદમાં મને અનુભવ થયો કે, હું મારો ઍક્સપીરિયન્સ કેમ છુપાવી રહી છું. શું તેમનાં માટે એ સહેલું નથી કે તેઓ એવાં વ્યક્તિ સાથે કામ કરે જે પહેલેથી જ અનુભવી છે. જે જાણે છે કે, તેની લાઇન્સ કેવી રીતે પરફોર્મ કરવી. (Photo:Instagram)