અક્ષય જોશી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના (surendrangar) વઢવાણ તાલુકાના (vadhvan) ટીંબા ગામે પરિણીતાએ ઝેરી દવા પીને (married woman drunk poison) મોતને વ્હાલું કર્યું હતું. મૃતક મહિલાના પરિવારજનો દ્વારા વાડી માલિક સામે દુષ્કર્મ આચર્યા બાદ પરિણીતાએ ઝેરી દવા પીતા મોત નીપજ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે વાડી માલિકને પકડીને વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વઢવાણના ખોડુ ગામનું દંપતિ ટીંબા ગામની સીમ વાડી વિસ્તાર યુવરાજસિંહ ઘનશ્યામભાઈ પરમારની વાડીએ ખેતમજૂરી કરતા હતા. ત્યારે થોડા દિવસો પહેલા વાડીમાં જ મહિલા સાથે વાડી માલિકે દુષ્કર્મ આચરતા ઝેરી દવા પીને મહિલાએ જીવન ટુંકાવ્યુ હતુ. જે અંગે મૃતકના પતિએ વઢવાણ પોલીસ મથકે મૂળ ટીંબા ગામના અને હાલ રતનપર બાયપાસ રહેતા યુવરાજસિંહ ઘનશ્યામભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.