સુરેન્દ્રનગરની જનસભા બાદ વડાપ્રધાન જે નાની બાળકીને મળ્યા તે કોણ છે? વડાપ્રધાને પ્રભાવિત થઈ ઓટોગ્રાફ પણ આપ્યો
Gujarat Assembly Elections: આ નાની બાળકીએ પોતે તૈયાર કરેલી સ્પિચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંભળાવી હતી. ત્યારે વડાપ્રધાને તેનાથી પ્રભાવિત થઈને પૂછ્યું હતું કે, ‘તમારે ઓટોગ્રાફ જોઈએ છે કે ફોટોગ્રાફ...?’
સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની સૌથી નાની ફેન અને ભાજપની સૌથી નાની પ્રચારક ચર્ચાનું કેન્દ્ર બની છે. તેણે આપેલી સ્પિચથી પીએમ નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા છે.
2/ 7
આ નાની ભાજપ પ્રચારકના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ અને બોલવાની છટા કોઈ નેતાથી જરા પણ કમ નહોતી અને તેણે કેસરિયો ખેસ પણ ઘારણ કરેલો છે.
विज्ञापन
3/ 7
ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરેન્દ્રનગરમાં મોદીની સભામાં ભાજપના સૌથી નાના પ્રચારકની નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી હતી. આ બાળકી લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાના ભાણીબા આદ્યાબા છે. તેમણે સભા પૂરી થયા બાદ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.
4/ 7
પીએમ મોદીને આ નાની બાળકીએ પોતે તૈયાર કરેલી સ્પિચ સંભળાવી હતી. નાની બાળકીની અદભૂત સ્પિચથી પીએમ મોદી પણ પ્રભાવિત થયા હતા.
5/ 7
અનોખા અંદાજમાં ભાજપનો પ્રચાર કરી રહેલી આ નાની બાળકીને પીએમએ પૂછ્યું હતું કે, ‘ઓટોગ્રાફ જોઈએ કે ફોટોગ્રાફ.’ ત્યારે આ બાળકીએ પીએમ મોદીનો ઓટોગ્રાફ માગ્યો હતો. ભાજપના ખેસમાં પીએમ મોદીએ પોતાના ઓટોગ્રાફ આપીને બાળકીને રાજી કરી હતી.
विज्ञापन
6/ 7
વડાપ્રધાને આદ્યાબા સાથે વાતચીત કરી મજાક-મસ્તી કરી હતી. આ દરમિયાન દેશના વડાપ્રધાન બધી જવાબદારી બાજુએ મૂકી બાળક બની ગયા હતા અને હળવા મૂડમાં જોવા મળ્યા હતા.
7/ 7
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓ સવારે 11 વાગે રાજભવનથી સુરેન્દ્રનગર જવા રવાના થયા હતા. બપોરે 12.00 વાગે સુરેન્દ્રનગર જાહેર સભા સંબોધી હતી.