Home » photogallery » surendranagar » જાણો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર કમો પુરસ્કારરૂપે મળેલી રકમનું શું કરે છે?

જાણો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર કમો પુરસ્કારરૂપે મળેલી રકમનું શું કરે છે?

Social Media sensation Kamo: કમલેશ ઉર્ફે કમો મુળ કોઠારીયા ગામનો રહેવાસી છે. તેના પિતાનું નામ નરોત્તમભાઇ છે. નરોત્તમભાઇને ત્રણ દિકરા પૈકી કમો સૌથી નાનો દિકરો છે.

  • 17

    જાણો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર કમો પુરસ્કારરૂપે મળેલી રકમનું શું કરે છે?

    નીતિન ગોહિલ, ભાવનગર: હાલ સમગ્ર રાજ્યમાં કોઇ પણ ડાયરો હોય તેમાં કમો ન હોય તો ડાયરામાં રોનક ન આવે એવા કોઠારીયાના કમાની અનોખી કહાની છે. નાનપણથી માનસિક દિવ્યાંગ એવા કમાને એક ડાયરામાં પ્રખ્યાત લોકગાયક કિર્તિદાન ગઢવીએ ડાન્સ કરતા જોયો હતો અને કમાના વખાણ કરતા કમો હાલ સોશિયલ મિડીયામાં સૌથી વધુ પ્રખ્યાત બન્યો છે. કમાની લોકચાહના હાલ આસમાનને આંબી રહી છે. (Pic: kamo_official88)

    MORE
    GALLERIES

  • 27

    જાણો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર કમો પુરસ્કારરૂપે મળેલી રકમનું શું કરે છે?

    સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા ગામમાં થોડા મહિના અગાઉ વજા ભગતના આશ્રમ ખાતે ગૌશાળાના લાભાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમ‍ાં એક દિવસ રાત્રિના કિર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુજ્ય જીગ્નેશદાદાનું પ્રખ્યાત ભજન ઘરે જાવુ ગમતુ નથી કિર્તિદાન દ્વારા ગાવામાં આવતા એક દિવ્યાંગ યુવાન ખુબ જ મોજમાં આવી ગયો અને ઉપસ્થિત લોકોની પરવા કર્યા વગર પોતાની મોજમાં ડાન્સ કરવા લાગતા કિર્તિદાન ગઢવીનું પણ તેની તરફ ધ્યાન ગયું હતું. અને તેના નિર્દોષ ડાન્સથી ખુશ થઇ નામ પુછતા તે દિવ્યાંગનું નામ કમો હોવાનુ જણાવ્યુ હતું. (Pic: kamo_official88)

    MORE
    GALLERIES

  • 37

    જાણો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર કમો પુરસ્કારરૂપે મળેલી રકમનું શું કરે છે?

    આ દરમિયાન કિર્તિદાન ગઢવીએ તેને રૂપિયા બે હજાર ઇનામમાં આપ્યા હતા. બસ આ દિવસથી દિવ્યાંગ કમાના દિવસો બદલાઇ ગયાં છે. કિર્તિદાન સાથેનો વીડિયો સૌપ્રથમવાર સોશિયલ મિડીયામાં ધુમ વાયરલ થયો અને કમાની લોકપ્રિયતા દિવસે ન વધે એટલી રાત્રીના વધવા લાગી છે. આજે કમો એટલે કે કમલેશભાઇ દલવાડી સોશિયલ મિડીયાનો અને ડાયરાનો સ્ટાર બની ગયો છે ત્યારે લાખો લોકોના લાડીલા એવા કમાની જીંદગીની જાણી અજાણી વાતો દર્શકો સુધી પહોંચાડવા ન્યૂઝ 18 ની ટીમે કમાની મુલાકાત લીધી હતી. (Pic: Kirtidan Ghadhavi Instagram)

    MORE
    GALLERIES

  • 47

    જાણો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર કમો પુરસ્કારરૂપે મળેલી રકમનું શું કરે છે?

    કમલેશ ઉર્ફે કમો મુળ કોઠારીયા ગામનો રહેવાસી છે. તેના પિતાનું નામ નરોત્તમભાઇ છે. નરોત્તમભાઇને ત્રણ દિકરા પૈકી કમો સૌથી નાનો દિકરો છે. કમો જન્મથી જ માનસિક દિવ્યાંગ હોવા છતાં તેના માતા પિતાએ તેનો ઉછેરમાં સહેજ પણ કચાશ રાખી ન હતી પરંતુ કુદરતને કંઇ અલગ જ મંજૂર હતુ. જેથી કમો તેની મસ્તીમાં જ ફરતો હતો. કમો નાનપણથી જ ખુબ ધાર્મિક અને સેવાભાવી સ્વભાવ ધરાવે છે. જેથી નાનો હતો ત્યારથી કોઠારીયા વજા ભગતના આશ્રમમાં આવતા યાત્રાળુઓને ચા પાણીની સેવા કરતો હતો અને ભજનનો તેમજ રામાપીરના આખ્યાનનો શોખ હોવાથી ગામમાં ગમે ત્યાં ભજન કે આખ્યાન હોય તો કમો અચુક ત્યાં હોય જ. (viral Pic)

    MORE
    GALLERIES

  • 57

    જાણો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર કમો પુરસ્કારરૂપે મળેલી રકમનું શું કરે છે?

    કમો આખ્યાનમાં પાત્ર પણ ભજવી જાણે છે ત્યારે હાલ કમો ડાયરામાં પ્રખ્યાત થઇ જતાં ગુજરાતમાં ગમે તે સ્થળે ગમે તે કલાકારનો પ્રોગ્રામ હોય કમાને અચુક બોલાવે છે. ત્યારે કમાના મોટા ભાઇ તેને સાથે લઇને જાય છે અને કમો પણ અદાથી ડાયરામાં એન્ટ્રી લઇ લોકોનુ અભિવાદન ઝીલે છે. ડાયરા ઉપરાંત કમાને વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં તેમજ ઉદઘાટનમાં પણ આમંત્રણ મળે છે ત્યારે કમો કોઈ પણ જગ્યાએ હોંશેહોંશે જાય છે. (PIC: Mayabhai Ahir Instagram)

    MORE
    GALLERIES

  • 67

    જાણો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર કમો પુરસ્કારરૂપે મળેલી રકમનું શું કરે છે?

    કમાને આયોજકો દ્વારા અમુક રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે તો સૌથી મહત્વની વાત એ છે કે કમો અને તેના પરિવારજનો પુરસ્કારમાં મળેલી રકમમાંથી મોટા ભાગની રકમ કોઠારીયા ગૌશાળામાં કે અન્ય કોઇ જગ્યાએ દાન કરે છે. જે કમાની તેમજ તેના પરિવારજનોની ખાનદાની બતાવે છે. (Viral Video Pic)

    MORE
    GALLERIES

  • 77

    જાણો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર કમો પુરસ્કારરૂપે મળેલી રકમનું શું કરે છે?

    ડાયરામાં કિર્તિદાન ગઢવી કમાના સૌથી પ્રિય કલાકાર અને ઘરે જાવુ ગમતુ નથી તે ભજન સૌથી પ્રિય છે. હાલ કમાની લોકપ્રિયતા આસમાનને આંબી જતાં તે સેલિબ્રિટી બની ગયો છે પંરતુ તેમ છત‍ાં કમો તેમજ તેનો પરિવાર હજુ પણ સાદુ અને સરળ જીવન જીવી રહ્ય‍ા છે. (Viral pic)

    MORE
    GALLERIES