રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : રાજ્યમાં એકસ્માતની ઘટનાઓ ફરી વધી રહી છે. રોજે રોજ અકસ્માતની કમોતે મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. વાહન ચાલકની નજીવી ભૂલ અકસ્માતે મોતનું કારણ બની જાય છે. ત્યારે આવી જ વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લાથી સામે આવ્યું છે. જેમાં બે મિત્રો બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે બાઈક સાથે કેનાલમાં ખાબક્યા છે. જેમાં એકનો આબાદ બચાવ થયો છે, જ્યારે બીજાની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે.
લખતર તાલુકાના લીલાપુરના ભરવાડ યુવાન ગોપાલભાઈ કરશનભાઇ ભરવાડ અને જયદીપ ચેતનકુમાર જોષી લખતરથી લીલાપુર રોડ અત્યંત ખરાબ હોય તેઓ લખતરથી કડુ થઈ લીલાપુર આવી રહયા હતા. સૌરાષ્ટ્ર શાખા નહેર સાંકળ 70.976/વી.આર.બી ના મકાન સામેના વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું બાઇક વણાક નહીં વળતા સીધુ નર્મદાની મેઈન કેનાલમાં ખાબકતા બન્ને યુવાનોમાંથી જયદીપ જોષી એનકેન પ્રકારે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો ત્યારે ગોપાલ ભરવાડ વહેતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, ત્યારે ગ્રામજનો દ્વારા બાઇક બહાર કાઢી નાખ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વિરમગામ ધાંગ્રધ્રા હાઈવે પરથી પણ આવી જ એક અકસ્માતની આજે ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બપોરે વિરમગામ- ધાંગધ્રા હાઈવે પર રહેમલપુર નજીક કાર અને એક્ટીવાનો ધડાકાભેરર અકસ્માત થયો હતો. આઇ-20 કારનું ટાયર ફાટતા તેમે એક્ટિવાને અડફેટે લીધું હતું જેમાં નીસબજોગ પિતા-પુત્રના કરૂણ મોત થયા હતા. કાર ચાલક હિરેન મેરજા તેની પત્ની ઇજાગ્રસ્ત, હિરેન મેરજા ના માતા નું વહેલી સવારે અકાળે મોત થતાં મોરબી ના બગથળા ગામે આવી રહ્યા હતા.
મૃતક પિતા-પુત્ર અમદાવાદના વેજલપુરના વતની હતા અને અને વિરમગામ જઈ રહ્યા હતા. જ્યારે આઇ-20માં સવારે હે મુસાફરોને ગંભીર ઇજા થતા તેમને વિરમગામ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા વિરમગામ રૂરલ પોલીસ દોડી આવી હતી. અકસ્માત થતા માતા નું છેલ્લી વાર મોં ન જોઈ શક્યો,માતા ને તેના નાના ભાઈ એ સાંજે આપ્યો અગ્નિદાહ.