સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના ભગૂપુર ગામે રહેતા માતા અને પુત્રએ ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. આત્મહત્યા કરનાર યુવકને એક યુવતી સાથે મૈત્રી કરાર થતા યુવતીના પરિવારજનોએ ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને કારણે આપઘાત કરી લીધા હોવાનો આક્ષેપ લાગ્યો છે. ત્યાર બાદ પિતરાઈ ભાઈએ પણ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. એક જ પરિવારના 3 લોકોના મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. જ્યાં સુધી યુવતી અને તેના પરિવારજનો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની પરિવારજનોની માંગ હતી. પોલીસે યોગ્ય કાર્યવાહીની પરિવારને ખાતરી આપતાં પરિવારે મૃતદેહોનો સ્વીકાર કર્યો છે. જ્યારે આ મામલે અત્યાર સુધીમાં 5 લોકોની અટકાયત કરાઈ છે.
ચુડા તાલુકાના ભગૂપુર ગામે રહેતા માતા અને પુત્રએ ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા મોત નિપજ્યું છે. યુવતી સાથે મૈત્રી કરાર બાદ યુવતીના પરિવારજનો અને સંબંધીઓ શારીરિક અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ છે. માતા અને પુત્રની આત્મહત્યા બાદ પિતરાઈ ભાઈએ પણ ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કરતા કુલ ત્રણ વ્યક્તિએ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી છે.
ચુડાના ભૃગુપુરના લક્ષ્મણભાઇ ગોવિંદભાઇ પરમાર અમદાવાદના બાપુનગરમાં રહેતા હતા. 16 વર્ષ પહેલા લક્ષ્મણભાઇના લગ્ન શારદાબેન સાથે થયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી લક્ષ્મણભાઇની તેમની સાળી પાયલબેન સાથે આંખ મળી ગઇ હતી. તેમણે બે મહિના અગાઉ પાયલબેન સાથે મૈત્રી કરાર કર્યા હતા. જે પાયયબેનના પરિવારને મંજૂર નહોતા.