રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર (surendranagar) જિલ્લાના પાટડીનાં (Patadi) ઘામા ગામે પ્રેમી સાથે મળીને સગી દીકરીને મોતને ઘાટ (mother killed daughter with boyfriend) ઊતારી દીધી હતી. જેમાં પ્રેમી સાથે મળીને સગી માતાએ દીકરીને પ્રેમી સાથે મળીને કરપીણ હત્યા કરી નાખી હતી. આ કલંકિત ઘટનાનો કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં (Dhrangadhra Court) ચાલી જતાં બન્ને પ્રેમીઓને કોર્ટે ફાંસી ની સજા ફરમાવી હતી. આ કેસમાં એડી.જજ રાજપુરોહિત સાહેબની ધ્રાંગધ્રાની કોર્ટમાં કેસ ચાલી જતા મહત્વનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો 2018નો કેસ ચાલી રહ્યો હતો. જેનો આજે બુધવારે ધાંગધ્રા કોર્ટમાં 145 પાનાનું જજમેન્ટ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું હતું જેમાં ફાંસીનું (Death penalty) જજમેન્ટ સંભળાવી આ અંગે આગળની ન્યાયિક કાર્યવાહી હાથ ધરી હતી
છોકરીને બહાર કોઇ બહાને મોક્લીને મહિલા પ્રેમીને ઘરમાં બોલાવી હવસનો ખેલ ખેલતા હતા. આ સમયે અચાનક દીકરી ઘેર આવી ચડી ત્યારે બંને કઢંગી હાલતમાં જોઈ ગઈ અને પિતાને વાત કહી દઈશ તેમ કહેતા દેકારો કર્યો હતો. જેના પગલે પ્રેમીએ છરીના સાત ઘા માર્યા અને માતાએ દીકરીને પકડી રાખી હતી દીકરી ઢળી પડી બાદ બને પ્રેમી બહાર ગયાં હતા.