રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં ગત 12 કલાકમાં હત્યાના 3 બનાવો બન્યા છે. જોરાવરનગરના કરિયાણાના વેપારી ભરત ચૌહાણની ચાર શખ્સોએ બોથડ પદાર્થોના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. આ હત્યા કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. પોલીસે ઝડપી પાડેલા આરોપી મહેશે જણાવ્યું છે કે મૃતકના તેની પત્ની સાથે આડા સંબંધો હતા.
હકિતતમાં હજુ તો ગઈકાલે જ પત્ની સાથે ચાલી રહેલા ઘરકંકસામાં સુરેન્દ્રનગરના સરોડી ગામના જમાઈ હિતેશ કોરડીયાએ છ મહિનાથી રિસામણે ગયેલી પત્નીના પિયરમાં પહોંચી જઈને ખૂની ખેલ ખેલ્યો હતો. જમાઈએ આ ઘટનામાં હાથમાં છરી લઈને ધસી આવી અને સાસરિયાઓ પર આડેધડ હુમલો કર્યો હતો. આ હિચકારા હુમલામાં સાળીનું ઘટનાસ્થળે અને સસરાનું સારવાર દરમિયાન મોત થયું હતું.