સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. આયા ગામના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો છે. જેમાં 4 લોકોનાં મોત નીપજ્યા છે. અન્ય બેથી ત્રણ વ્યકિતને ઈજા પહોંચી છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.