સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના ગાજણવાવ ગામમાં આજે સવારે દુર્ઘટના (Surendranagar Accident) ઘટી હતી. ગામના ખેતરમાં આવેલા બોરવેલમાં બાળકી બોરવેલમાં (girl stuck in borewell at Surendranagar) પડી ગઇ હતી. બાળકી બોરવેલમાં આશરે 40 ફૂટ નીચે ફસાઇ ગઇ હતી. તેને આર્મીની (Army team rescue operation) ટીમે ત્યાં આવીને ચાર કલાકની જહેમત બાદ બહાર કાઢી છે.<br />આ અકસ્માત સર્જાતા જ ધ્રાંગધ્રા મામલતદાર અને ડિઝાસ્ટર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
આ બોરવેલ આશરે 500થી 700 ફૂટ ઉંડો હતો. બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડતા 40 ફૂટે ફસાઇ ગઇ છે. આ બાળકી ખેતમજુરી કરવા આવેલા પરપ્રાંતિય પરિવારની છે. હાલ આ બાળકીને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ દુર્ઘટનાને કારણે હાલ આખા ગામમાં ચકચાર મચી જવા પામી છે.<br />રેસ્ક્યૂની ટીમ અને ફસાયેલી દીકરી મનિષા વચ્ચે વાતચીત પણ થઇ હતી.
આર્મીની ટીમ દ્વારા આ બાળકીનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું હતુ. આ બાળકીને શુક્રવારની સવારે 11.30ની આસપાસ બહાર કાઢી લેવામાં આવી છે. જેના લાઇવ દ્રશ્યો ન્યૂઝ18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં ખેતરમાં આવેલા બોરવેલમાં બાળકી બોરવેલમાં પડી ગઇ હતી.