રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં આજે માર્ગ અકસ્માતની (road accident) બે ઘટનાઓ બની હતી. જેમાં એક ઘટના વઢવાણ કોઠારીયા રોડ પર પૂર્વ સાંસદ (ex MP soma ganda) સોમા ગાંડાની કાર અને બાઈક વચ્ચે અકસ્માત (car-bike accident) સર્જાયો હતો. જ્યારે સુરેન્દ્રનગર શહેરમાં (surendranagar) જોરાવગરના ઢાળ ઉપર એસટી બસ અને ટ્રક ધડાકાભેર અથડાયા હતા. જોકે, આ બંને કસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.
મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ કોઠારીયા રોડ ઉપર ફોર્યૂનર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ કાર સુરેન્દ્રનગર પૂર્વ સાંસદ સોમા ગાડાની કારને અકસ્માત સર્જાયો હતો. બાઈક સવારે કાબૂ ગુમાવતા કાર અને બાઈક અથડાતા ઈજા પહોંચી હતી. ઘટનાના પગેલ વઢવાણ પોલીસ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથધરી હતી.