Home » photogallery » surendranagar » સુરેન્દ્રનગરઃ વિઠ્ઠલગઢ ગામમાં યુવકની હત્યા કરનાર વિષ્ણુ ઝડપાયો, પોલીસને જણાવ્યું હત્યાનું આવું કારણ

સુરેન્દ્રનગરઃ વિઠ્ઠલગઢ ગામમાં યુવકની હત્યા કરનાર વિષ્ણુ ઝડપાયો, પોલીસને જણાવ્યું હત્યાનું આવું કારણ

surendranagar crime news: આરોપી મૃતકની બહેનને એકતરફી પ્રેમ (one side love) કરતો હતો જે બાબતે અગાઉ મ્રુતક અને તેના પરિવારજનોએ ઠપકો આપ્યાનું મનદુખ રાખી છરીના ઘા ઝીંકી હત્યા (boy killed with knife) કર્યાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.

विज्ञापन

  • 15

    સુરેન્દ્રનગરઃ વિઠ્ઠલગઢ ગામમાં યુવકની હત્યા કરનાર વિષ્ણુ ઝડપાયો, પોલીસને જણાવ્યું હત્યાનું આવું કારણ

    અક્ષય જોષી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના (surendranagar news) લખતર તાલુકાના (lakhatar news) વિઠ્ઠલગઢ ગામમાં નવરાત્રીના ગરબામાં યુવકની છરી વડે (murder during navratri) હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીને (police arrested accused) દબોચી લીધો હતો. પોલીસે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી મૃતકની બહેનને એકતરફી પ્રેમ કરતો હતો. જે બાબતે યુવતીના પરિજનોએ ઠપકો આપ્યો હતો અને એનું મનદુઃખ રાખીને યુવતીના ભાઈની હત્યા કરી દીધી હતી. (મૃતક અને આક્રંદ કરતા પરિજન)

    MORE
    GALLERIES

  • 25

    સુરેન્દ્રનગરઃ વિઠ્ઠલગઢ ગામમાં યુવકની હત્યા કરનાર વિષ્ણુ ઝડપાયો, પોલીસને જણાવ્યું હત્યાનું આવું કારણ

    મળતી માહિતી પ્રમાણે વિઠ્ઠલગઢ ગામના યુવકની હત્યાના આરોપી વિષ્ણુ બુધાભાઈ વિઠ્ઠલગઢ ગામની સીમમાં છુપાયો હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડીને દબોચી લીધો હતો. આરોપી વિષ્ણુને પોલીસે કડક પૂછપછ કરતાં જાણવા મળ્યું હતું. વિજય લોરીયાની બહેનને વિષ્ણુ એક તરફી પ્રેમ કરતો હતો. જેની જાણ થતાં વિજય અને તેના પરિજનોએ વિષ્ણુને ઠપકો આપ્યો હતો. (મૃતક વિજયની ફાઈલ તસવીર)

    MORE
    GALLERIES

  • 35

    સુરેન્દ્રનગરઃ વિઠ્ઠલગઢ ગામમાં યુવકની હત્યા કરનાર વિષ્ણુ ઝડપાયો, પોલીસને જણાવ્યું હત્યાનું આવું કારણ

    આ બાબતનું વિષ્ણુને માઠું લાગી ગયું હતું. જેની અદાવત રાખી વિષ્ણુએ વિઠ્ઠલગઢ નવરાત્રીના ગરબા દરમિયાન વિજયની છાતીમાં છરીના ઘા મારી દીધા હતા. જેના પગલે વિજયનું મોત નીપજ્યું હતું. નવરાત્રી દરમિયાન યુવકની હત્યાથી ગામમાં ચકચાર મચી ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 45

    સુરેન્દ્રનગરઃ વિઠ્ઠલગઢ ગામમાં યુવકની હત્યા કરનાર વિષ્ણુ ઝડપાયો, પોલીસને જણાવ્યું હત્યાનું આવું કારણ

    શું હતી ઘટના? સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે નવરાત્રીમાં ગરબામાં 22 વર્ષીય વિજય લોરીયાને છાતીના ભાગે છરી વડે હુમલો કરતા મોત નિપજ્યું હતું. નવરાત્રીમાં ચાલુ ગરબા દરમિયાન હુમલાખોર છરીથી યુવક પર હુમલો કરી ફરાર થઈ ગયો હતો. જેથી હુમલામાં ઈજાગ્રસ્ત યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

    MORE
    GALLERIES

  • 55

    સુરેન્દ્રનગરઃ વિઠ્ઠલગઢ ગામમાં યુવકની હત્યા કરનાર વિષ્ણુ ઝડપાયો, પોલીસને જણાવ્યું હત્યાનું આવું કારણ

    આ હત્યાની ઘટના બાદ મૃતદેહને વિરમગામની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે વિઠ્ઠલગઢમાં હત્યાની ઘટના બાદ કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES