Home » photogallery » surendranagar » લીંબડીના PSIની દબંગાઈ, દારુ પીવાના આરોપસર ત્રણ દલિત યુવકોને માર્યો ઢોર માર, ટાળાનો હંગામો

લીંબડીના PSIની દબંગાઈ, દારુ પીવાના આરોપસર ત્રણ દલિત યુવકોને માર્યો ઢોર માર, ટાળાનો હંગામો

ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા.

  • 15

    લીંબડીના PSIની દબંગાઈ, દારુ પીવાના આરોપસર ત્રણ દલિત યુવકોને માર્યો ઢોર માર, ટાળાનો હંગામો

    રાજુદાગન ગઢવી, સુરેન્દ્રનગરઃ અત્યારના કોરોનાના (coronavirus) સમયમાં પોલીસનો માનવતાનો ચહેરો સામે આવ્યો હતો. પોલીસ કર્મચારીઓ ખડે પગે લોકોને સેવામાં ઊભા રહ્યા હતા. જોકે, કોરોનાના આ સમયમાં એક પીએસઆઈનો (PSI) દબંગાઈની ઘટના સુરેન્દ્રનગરના લીંબડીમાં (Limbdi) સામે આવી હતી.

    MORE
    GALLERIES

  • 25

    લીંબડીના PSIની દબંગાઈ, દારુ પીવાના આરોપસર ત્રણ દલિત યુવકોને માર્યો ઢોર માર, ટાળાનો હંગામો

    લીંબડીમાં ફરજ બજારમાં પીએસઆઈએ સ્થાનિક ત્રણ દલિત યુવકોને (Dalit youth) ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા.

    MORE
    GALLERIES

  • 35

    લીંબડીના PSIની દબંગાઈ, દારુ પીવાના આરોપસર ત્રણ દલિત યુવકોને માર્યો ઢોર માર, ટાળાનો હંગામો

    મળતી માહિતી પ્રમાણે લીંબડી પોલીસ સ્ટેશનમાં સંજય વરું પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તેમના ઉપર આરોપ છે કે તેમણે ત્રણ દલિત યુવકોને પોલીસ સ્ટેશનમાં પટ્ટા વડે ઢોર માર માર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે પીએસઆઈ સંજય વરુંએ ત્રણે યુવકોને દારૂ પીવાના આરોપ હેઠળ ઢોર માર માર્યો હતો.

    MORE
    GALLERIES

  • 45

    લીંબડીના PSIની દબંગાઈ, દારુ પીવાના આરોપસર ત્રણ દલિત યુવકોને માર્યો ઢોર માર, ટાળાનો હંગામો

    ઢોર મારના કારણે ત્રણે યુવકોને ઈજાઓ પહોંચી હતી. જેના પગલે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સાથે સાથે યુવકોના પરિવારો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠાં થયા હતા. ભારે સંખ્યામાં લોકો એકઠાં થતાં વધારાનો પોલીસ કાફળો હોસ્પિટલ પહોંચ્યો હતો.

    MORE
    GALLERIES

  • 55

    લીંબડીના PSIની દબંગાઈ, દારુ પીવાના આરોપસર ત્રણ દલિત યુવકોને માર્યો ઢોર માર, ટાળાનો હંગામો

    વધુ મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલ બજાર એકઠી થયેલી સ્ત્રીઓએ સંજય વરુંના નામના છાજીયા લીધા હતા. અને હોબાળો મચાવ્યો હતો. સારવાર માટે લાવેલા એક દલિત યુવકના જણાવ્યા પ્રમાણે અન્ય બે યુવકોએ દારૂ પીધો હતો. તેણે દારુ પીધો ન હતો. છતાં પણ સંજય વરુંએ પટ્ટા વડે ઢોર માર માર્યો હતો. જેના કારણે ઈજાઓ પહોંચી હતી.

    MORE
    GALLERIES