Home » photogallery » surendranagar » સુરેન્દ્રનગરઃ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે એસિડ પીધું, વગદાર નરસી પટેલ સહિત 14 સામે ફરિયાદ

સુરેન્દ્રનગરઃ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે એસિડ પીધું, વગદાર નરસી પટેલ સહિત 14 સામે ફરિયાદ

લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાંનુ ધિરાણ કરી બળજબરીથી વ્યાજની તથા પૈસાની કડક ઉઘરાણી કરી વ્યાજની મોટી રકમ કઢાવી લઇ તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

  • 15

    સુરેન્દ્રનગરઃ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે એસિડ પીધું, વગદાર નરસી પટેલ સહિત 14 સામે ફરિયાદ

    રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગરઃ વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. વ્યાજખોરોના ત્રાસના કારણે લોકો આત્મહત્યા (suicide) કરી પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. આવા અનેક કિસ્સાઓ સમાજમાં બનતા રહે છે ત્યારે સુરેન્દ્રનગરમાં (surendranagar) માથાભારે વ્યાજખોરોના કારણે યુવકે એસિડ (drink acid) ગટગટાવીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, યુવકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad civil hospital) ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે વઢવાણ વિસ્તારમાં નાણાંધીરનાર 14 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધી છે. (વ્યાજખોર નરસી પટેલની તસવીર)

    MORE
    GALLERIES

  • 25

    સુરેન્દ્રનગરઃ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે એસિડ પીધું, વગદાર નરસી પટેલ સહિત 14 સામે ફરિયાદ

    મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં વ્યાજે ઉછીનાં નાણાં લીધા બાદ વ્યાજની રકમ બાબતે માનસિક ત્રાસ આપતા આખરે કંટાળીને એસિડ પી ગયાનો મામલો સામે આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે 14 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વ્યાજખોર નસીર પટેલનું નામ પણ સામે આવી રહ્યું છે. આ ઉપરાંત ફરિયાદ કરાયેલા વ્યાજખોરોમાં મોટાભાગના વઢવાણના રાજપુતોનો સમાવેશ થાય છે. (વ્યાજખોર નરસી પટેલની તસવીર)

    MORE
    GALLERIES

  • 35

    સુરેન્દ્રનગરઃ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે એસિડ પીધું, વગદાર નરસી પટેલ સહિત 14 સામે ફરિયાદ

    આ બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાંનુ ધિરાણ કરી બળજબરીથી વ્યાજની તથા પૈસાની કડક ઉઘરાણી કરી વ્યાજની મોટી રકમ કઢાવી લઇ તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. (વ્યાજખોર નરસી પટેલની તસવીર)

    MORE
    GALLERIES

  • 45

    સુરેન્દ્રનગરઃ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે એસિડ પીધું, વગદાર નરસી પટેલ સહિત 14 સામે ફરિયાદ

    સાથે સાથે વારંવાર ઉઘરાણી બાબતે અસહ્ય ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આથી ઇસમોના ત્રાસથી કંટાળી જઈને વઢવાણ મુળચંદ રોડ ઉપર આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા ફરિયાદી હિતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ એસિડ પી ગયા હતા. (વ્યાજખોર નરસી પટેલની તસવીર)

    MORE
    GALLERIES

  • 55

    સુરેન્દ્રનગરઃ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે એસિડ પીધું, વગદાર નરસી પટેલ સહિત 14 સામે ફરિયાદ

    આથી આ બાબતની બી ડિવિઝન પોલીસ મથકે 14 ઈસમો સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જ્યારે આ બનાવમાં ફરિયાદીને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયાનું જાણવા મળ્યું છે. (બી ડિવિઝન પોલીસ મથકની તસવીર)

    MORE
    GALLERIES