રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર: ખોટી ઉતાવળને કારણે દરરોજ અનેક અકસ્માત (Road Accident) થતા હોય છે. હાઇવે પર પૂર ઝડપે વાહન હંકારવાને કારણે દરરોજ અનેક અકસ્માતો નોંધાઈ રહ્યા છે. આવો જ એક બનાવ સુરેન્દ્રનગર જિલ્લા (Surendrangar District)માં બન્યો છે. જેમાં એક વ્યક્તિનું નિધન થયું છે. આ બનાવમાં કાર (Car) ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર હાઇવે પરથી ફંગોળાઈને બાજુના ખેતરમાં પડી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે કારમાં કચ્છનો પરિવાર સવાર હતો. અકસ્માત પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી મૃતકને પોસ્ટ મોર્ટમ અને ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતમાં કારની નંબર પ્લેટ તૂટીને નીચે પડી ગઈ હતી, તેમજ કારને ખૂબ જ નુકસાન થયું છે. નંબર પ્લેટ પ્રમાણે કાર મુંબઈમાં નોંધાયેલી છે. અકસ્માતને પગલે કારના બોનેટ અને પાછળના ભાગનો બુકડો બોલી ગયો હતો.