Home » photogallery » surendranagar » સુરેન્દ્રનગર: વિદેશમાં જોવા મળે તેવો વંટોળિયો ત્રાટકતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ

સુરેન્દ્રનગર: વિદેશમાં જોવા મળે તેવો વંટોળિયો ત્રાટકતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ

Surendranagar whirlwind: વરસતા વરસાદ સાથે વંટોળિયો આવતા લોકોમાં ડર ફેલાયો હતો. શરૂઆતમાં લોકોને વંટોળિયાને જઈને કૂતુહલ થયું હતું, પરંતુ તે ગામમાં ત્રાટકતા ભયનો માહોલ જોવા મળ્યો હતો.

  • 17

    સુરેન્દ્રનગર: વિદેશમાં જોવા મળે તેવો વંટોળિયો ત્રાટકતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ

    સુરેન્દ્રનગર: વિદેશમાં તમે મોટાં મોટાં વંટોળિયા (whirlwind)ના દ્રશ્યો જોયા હશે. કંઈક આવા જ દ્રશ્યો સુરેન્દ્રનગર (Surendranagar whirlwind) પંથકમાં જોવા મળ્યા છે. આવા દશ્યો જોવા મળતા લોકોને કૂતુહલ થયું હતું, સાથે જ ભયનો માહોલ પણ ફેલાયો હતો. મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર (Lakhtar whirlwind) તાલુકામાં આવું દ્રશ્યો જોવા મળ્યું હતું.

    MORE
    GALLERIES

  • 27

    સુરેન્દ્રનગર: વિદેશમાં જોવા મળે તેવો વંટોળિયો ત્રાટકતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ

    લખતર તાલુકાના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં મોટો વંટોળિયો જોવા મળ્યો હતો. અહીં આકાશમાંથી સફેદ વાદળોનો ગોળો ફરતો ફરતો જમીન પર ત્રાટક્યો હતો. આ બનાવના લાઇવ દ્રશ્યો લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા.

    MORE
    GALLERIES

  • 37

    સુરેન્દ્રનગર: વિદેશમાં જોવા મળે તેવો વંટોળિયો ત્રાટકતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ

    વરસતા વરસાદ વચ્ચે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે વંટોળિયાને પગલે જ્યોતિપરા ગામ ખાતે કાચા મકાનના છાપરા ઉડી ગયા હતા. આ ઉપરાંત બે વીજપોલ પણ ધરાશાયી થયા હતા. વંટોળિયાને પગલે એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી.

    MORE
    GALLERIES

  • 47

    સુરેન્દ્રનગર: વિદેશમાં જોવા મળે તેવો વંટોળિયો ત્રાટકતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ

    વરસતા વરસાદ સાથે વંટોળિયો આવતા લોકોમાં ડર ફેલાયો હતો. શરૂઆતમાં લોકોને વંટોળિયાને જઈને કૂતુહલ થયું હતું, પરંતુ તે ગામમાં ત્રાટકતા ભયનો માહોલ જોવા મળ્યો હતો.

    MORE
    GALLERIES

  • 57

    સુરેન્દ્રનગર: વિદેશમાં જોવા મળે તેવો વંટોળિયો ત્રાટકતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ

    રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે: મંગળવારે દક્ષિણ ગુજરાતના ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં સિવાય મેઘ મહેર નથી થઈ. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. કારણ કે ચોમાસું બેઠાને 9 દિવસ વિતવા છતાં હજુ 200 જેટલા તાલુકામાં વાવણી થઈ શકી નથી. આ તરફ હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

    MORE
    GALLERIES

  • 67

    સુરેન્દ્રનગર: વિદેશમાં જોવા મળે તેવો વંટોળિયો ત્રાટકતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ

    હવામાન વિભાગની આગાહી અનુસાર, બુધવારે વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખેડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે.

    MORE
    GALLERIES

  • 77

    સુરેન્દ્રનગર: વિદેશમાં જોવા મળે તેવો વંટોળિયો ત્રાટકતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ

    સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ તથા સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદની આગાહી છે. ગુરૂવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં હજુ સિઝનનો માંડ 4 ટકા વરસાદ વરસ્યો છે. 5 જિલ્લાને બાદ કરતાં બાકીના 28 જિલ્લામાં વરસાદની ઘટ છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી. જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. સૌ કોઈ વરસાદના એક સારા રાઉન્ડની રાહ જોઈને બેઠું છે.

    MORE
    GALLERIES