અક્ષય જોષી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર (Surendranagar) દૂધરેજ ફાટક બહારના વિસ્તારમાં રહેતી યુવતી તેના પડોશી યુવકની (Neighborhood youth) હેરાનગતીથી કંટાળી તેમજ યુવકે યુવતી સાથેના ફોટો તેમજ વીડિયો ઇન્સ્ટાગ્રામમાં (Instagram video) મુકતા યુવતીને લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતુ. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકે (A Division Police Station) ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ (Accused) કરી જેલ હવાલે કરી દીધો છે.
આજના સોશિયલ મીડિયાના યુગમાં યુવાનો અને યુવતીઓ ફોટો અને વીડિયો મુકતા હોય છે ત્યારે એક વીડિયો કે ફોટો એક યુવતીના મોતનું કારણ બન્યું હોય તેવો કિસ્સો સુરેન્દ્રનગર શહેરમાં બન્યો છે. સુરેન્દ્રનગર દૂધરેજ ફાટક બહારના વિસ્તારમાં રહેતી છાયા નામની યુવતીની તેની પડોશમાં રહેતા ભરત ત્રિભુવનભાઇ ગોરૈયા સાથે સગાઇની વાત ચાલતી હતી.
આ અંગે પરિવારજનો ને જાણ થતાં છાયાને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવી હતી પંરતુ સારવાર દરમિયાન તેનુ મોત થતાં પોલીસે છાયાના નિવેદનના આધારે મરવા માટે દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી ભરતને ઝડપી લઇ જેલાન સળીયા પાછળ ધકેલી દીધો છે. ત્યારે આજના સોશિયલ મીડિયાના યુગમાં દરરોજ ફોટો અને વીડિયોની ભરમાર કરતા યુવાનો અને યુવતીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન બન્યો છે.