Home » photogallery » surendranagar » surendranagar crime: રળોલમાં ઘરે આવવાની ના પડાતા મિત્રએ મિત્રને ઘારિયા વડે રહેંસી નાંખ્યો

surendranagar crime: રળોલમાં ઘરે આવવાની ના પડાતા મિત્રએ મિત્રને ઘારિયા વડે રહેંસી નાંખ્યો

surendrangar crime news: રળોલ ગામે ઘરે આવવાની ના પાડવા બાબતે બે મિત્રો વચ્ચે થયેલી (friend fight) તકરારમાં એક મિત્રએ બીજા મિત્રને ધારીયાના ઘા ઝીંકી હત્યા કરી દેતા (friend murder) નાના એવા ગામમાં ચકચાર મચી ગઇ છે.

  • 15

    surendranagar crime: રળોલમાં ઘરે આવવાની ના પડાતા મિત્રએ મિત્રને ઘારિયા વડે રહેંસી નાંખ્યો

    અક્ષય જોશી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના (surendrangar news) લીંબડી તાલુકાના (limbadi taluka news) રળોલ ગામે ઘરે આવવાની ના પાડવા બાબતે બે મિત્રો વચ્ચે થયેલી (friend fight) તકરારમાં એક મિત્રએ બીજા મિત્રને ધારીયાના ઘા ઝીંકી હત્યા કરી દેતા (friend murder) નાના એવા ગામમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    surendranagar crime: રળોલમાં ઘરે આવવાની ના પડાતા મિત્રએ મિત્રને ઘારિયા વડે રહેંસી નાંખ્યો

    મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રળોલ ગામે રહેતા દિનેશ ગફુરભાઇ સાપરા અને તેના મિત્ર બાબુ ટપુભાઇ શાપરા વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બનતા બાબુએ દિનેશને ધારીયાના ઘા ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે પાણશીણા પોલીસે મ્રુતકના ભાઇની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

    MORE
    GALLERIES

  • 35

    surendranagar crime: રળોલમાં ઘરે આવવાની ના પડાતા મિત્રએ મિત્રને ઘારિયા વડે રહેંસી નાંખ્યો

    જેમાં પોલીસ ફરિયાદમાં એવી વિગતો બહાર આવી હતી કે મ્રુતક દિનેશ અને બાબુ બન્ને મિત્રો હતા. જેમાં બાબુ આડા રસ્તે ચડી ગયો હોય તે અવારનવાર ઘરે આવતા દિનેશ અને તેની પત્નિ વચ્ચે આ બાબતે ઝઘડો થતો હતો. આથી મ્રુતક દિનેશે બાબુને તેના ઘરે આવવાની ના પાડી હતી.

    MORE
    GALLERIES

  • 45

    surendranagar crime: રળોલમાં ઘરે આવવાની ના પડાતા મિત્રએ મિત્રને ઘારિયા વડે રહેંસી નાંખ્યો

    જે બાબતનું મનદુખ રાખી બાબુએ ઉશ્કેરાઇ જઇ દિનેશને ઉપરાઉપરી આડેધડ ધારીયાના ઘા ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવ અંગે પાણશીણા પોલીસને જાણ થયા પીએસઆઇ સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પીએમ માટે મોકલી હત્યા કરી નાસી છુટેલા આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

    MORE
    GALLERIES

  • 55

    surendranagar crime: રળોલમાં ઘરે આવવાની ના પડાતા મિત્રએ મિત્રને ઘારિયા વડે રહેંસી નાંખ્યો

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરેન્દ્રનગરના ચુડાના ખાંડિયા ગામમાં યુવકની હત્યાની ઘટના બની હતી. ખાંડીયા ગામે રહેતા ૨૪ વર્ષીય દશરથભાઇ જીવાભાઈ રાવળદેવની લાશ રહસ્યમય સંજોગોમાં 29 ડિસેમ્બરના રોજ તેમના જ ઘરમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. મ્રુતક દશરથભાઇના મોંઢા પર પ્લાસ્ટિકની થેલી પહેરાવેલી હાલતમાં લાશ મળી આવતા મોતનું રહસ્ય ઘેરાયું હતું. આ બનાવ અંગે ચુડા પોલીસ ને જાણ થતાં ડોગ સ્કોડ, FSL સહીતની ટીમ સાથે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES