અક્ષય જોશી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના (surendranagar) લીંબડી તાલુકાના (limbadi) બોરણા ગામે ફાયરિંગમાં (firing) યુવાનનું મોત થયું હતુ. જેમાં ઘરકંકાસમાં પતિ-પત્ની વચ્ચે થયેલી (husband-fiwe firing) તકરારમાં વચ્ચે પડેલા પુત્રને પિતાએ (father shoot son) જ ગોળી ધરબી દઇ મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચોંકાવાનરી વિગતો બહાર આવતા પોલીસે (police) ખુનનો ગુનો નોંધી હત્યારા પિતાને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતીમાં કહેવત છે કે "છોરુ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય" પરંતુ લીંબડીના બોરણા ગામે કળીયુગી પિતાએ જ બંદૂકની ગોળી ધરબી દઇ પુત્રને મોતને ઘાટ ઉતારી કહેવતને ખોટી સાબીત કરી દીધી છે. લીંબડી તાલુકાના બોરણા ગામે રવિવારે મોડી સાંજના સમયે ફાયરિંગના બનાવમાં મહેન્દ્ર પિતાબંરભાઇ મંદુરીયાને પડખાના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજાઓ થઇ હતી.
ત્યારે હત્યારો પિતા ફાયરિંગ કરી ફરાર થઇ જતાં પોલીસે ખુનનો ગુનો નોંધી હત્યારા પિતાને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.માતા-પિતા સંતાનો માટે ગમે તે કરી છુટતાં હોય છે ત્યારે બોરણાં માતા-પિતાના ઝઘડાને શાંત કરવા પડેલા પુત્રને પિતાએ જ મોતની નિંદરમાં સુવડાવી દેતા હત્યારા પિતા પર લોકો ફીટકારની લાગણી વરસાવી રહ્યાં છે.