રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિના (Over rain) કારણે ઉભા પાકમાં મોટાપાયે પાણી ફરી વળતાં ખેડૂતો (Farmers) ને મોટી નુકસાની વેઠવી પડી છે ત્યારે ખેડૂતોને સતત બે વર્ષ ની અતિવૃષ્ટિથી પાક બરબાદ (Crop failure) થઇ રહ્યો છે ત્યારે ખેડૂતોમાં હતાશા વ્યાપી ગઇ છે અને નાશીપાસ થઈ આત્મહત્યા નું પગલું ભરી રહ્યા છે તે બાબત દુ:ખનીય છે સરકાર ની ખેડૂતો બાબતે ઉદાસીનતા ગંભીર પરીણામ તરફ ખેડૂતોને દોરી જાય છે. ત્યારે આજે રાજ્યમાં વધુ એક ખેડૂતની આત્મહત્યાનો સમાચાર સામે આવ્યો છે. (Suicide of farmer)