રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar district)ના લીંબડી શહેરમાં એક વકીલ (Lawyer) પર ધોળા દિવસે હુમલો (Attack) થયાનો બનાવ સામે આવ્યો છે. વકીલ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ વકીલને સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવ્યા છે. જે હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો તે ઘટના સ્થળેથી મળી આવ્યું છે. હુમલાના સમાચાર સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી હતી. વકીલ બી.જે. પટેલ પર જીવલેણ હુમલો થયો છે.
આ હુમલા પાછળ અંગત અદાવત જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. એવી માહિતી મળી છે કે વકીલને હુલાખોર સાથે મહિના પહેલા હિન્દુ વિસ્તારમાં માસ-મટનની દુકાન બંધ કરાવવા બાબતે બોલાચાલી થઈ હતી. હુમલાખોરનું નામ સુફિયાન ઘાંચી હોવાનું સામે આવ્યું છે. બનાવ બાદ સિવિલ હૉસ્પિટલ પરિસરમાં વકીલો અને વેપારીઓના ટોળે ટોળા એકઠા થયા હતા.